પત્નીનો ગુલામ બની રહી ગયો વિરાટ, પોતાના બંને બાળકોને લઈને ફરાર થઇ જશે સઈ..

મનોરંજન

સિરિયલ ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટોરીમાં એવો સમય આવી ગયો છે જ્યારે સઈ અને પાખી ફરી એકવાર સામસામે આવી ગયા છે.પાખીને ખાતરી છે કે સઈ તેની પાસેથી વિરાટ અને વિનાયકને છીનવી લેશે. આવી સ્થિતિમાં, પાખી સઈને અપમાનિત કરવાની એક પણ તક જવા દેતી નથી.

અત્યાર સુધી સિરિયલમાં તમે જોયું હશે કે વિરાટ સઈ સાથે બહાર જાય છે ત્યારે રસ્તામાં વિરાટ અને સઇનોં અકસ્માત થતો થતો રહી જાય છે. આ દરમિયાન સઈ વિરાટની ખૂબ નજીક આવી જાય છે. જે પછી સઈ ગાડી ચલાવવા માંગે છે. આવનાર એપિસોડમાં પાખી ખૂબ જ ડ્રામા કરવાની છે.

સિરિયલનાં આગામી એપિસોડમાં તમે જોશો કે અકસ્માત સમયે સઈના કાનની બુટ્ટી વિરાટના કપડામાં ફસાઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં વિરાટને કાનની બુટ્ટી વિશે ખબર પડે છે અને વિરાટ સઈની ઈયરીંગ પોતાના ખિસ્સામાં મૂકી દે છે.. આ દરમિયાન વિરાટ અજયને મળશે.વિરાટ બધાની સામે અજયની ધોલાઈ કરશે.

ઘરે જતાં જ સઈની બુટ્ટી પાખીના હાથમાં આવી જશે. સઇનુ ઈયરિંગ્સ સામે આવતા જ પાખી ઘરમાં હંગામો મચાવી દેશે. પાખી વિરાટને ચીટર કહેશે.પાખી દાવો કરશે કે વિરાટ સઈની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વિરાટ પાખીને સમજાવવાનોં પ્રયત્ન કરે છે… જો કે આ વખતે મામલો હાથમાંથી નીકળી જશે.જ્યારે સઈ પણ તેના ઈયરિંગ્સની પણ શોધ કરશે.

પાખી ભડક્યા પછી અશ્વિની સઈ સાથે વાત કરશે. અશ્વિની સઈને ઘર છોડવા કહેશે. અશ્વિનીના શબ્દો સઈનું દિલ તોડી નાખશે. બીજી બાજુ વિનાયક પણ સઈના હાથે બનાવેલ ભોજન કચરામાં ફેંકશે. વિનાયકનું આ કૃત્ય સઈને પાગલ કરી દેશે. સઈને વિરાટ પર ગુસ્સો આવશે.

સઈ વિરાટને ધમકી આપશે કે તે તેના બંને બાળકોને સાથે લઈને જતી રહેશે