પતિ-પત્ની વચ્ચેના તણાવને દૂર કરવા માટે કપૂર નો આ ઉપાય વરદાન રૂપ સાબિત થશે

ઉપયોગી ટીપ્સ

કપૂર ના વિવિધ ફાયદા વિશે તો તમને ખબર જ હશે, આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ  કપૂર ના કેટલાક ઘરગથ્થુ ઉપાયો જેની મદદથી તમે તમારી રોજિંદા જીવન ની સમસ્યા નો ઉપાય લાવી શકશો. સામાન્ય રીતે કપૂરને પૂજા-પાઠ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે કપૂર ના બીજા પણ વિવિધ લાભ આપણે લઈ શકીએ છીએ.

કપૂર પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે, સામાન્ય રીતે કપૂરને આરતી સમયે પ્રગટાવવામાં આવે છે તેની સુગંધ વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેના ઉપયોગ અને મહત્વ વિશે દર્શાવવામાં આવ્યું છે, કપૂરને શુભ નું પ્રતીક માનવામાં આવે છે.

આપણે રોજિંદા જીવનમાં ઘરગથ્થુ ઉપાયો કરીને આપણા જીવનની મુશ્કેલીઓ દુર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે એવા ઘરગથ્થુ ઉપાય વિશે જાણીશું જેમાં કપૂર મહત્ત્વનો ભાગ ભજવે છે.

કપૂર ના ઘરગથ્થુ ઉપાયો :- જો તમે પણ ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને ઘરમાં સકારાત્મક ઉર્જા નું પરિવહન થાય તેવું ઈચ્છતા હોય તો તેના માટે તમારે દરરોજ સવારે અને સાંજે કપૂરને સળગાવવું જોઇએ જેનાથી પૂરા ઘરમાં તેની સુગંધ ફેલાઈ અને ઘરનું વાતાવરણ પોઝિટિવ ઊર્જા થી ભરેલું રહે.

જો તમે પણ વાસ્તુદોષને દૂર કરવા માંગતા હોવ તો હમણાંથી જ કપૂરની બે ગોળી થોડા થોડા સમયે સળગાવવા નું શરુ કરી દો, કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે અને વાતાવરણમાં પોઝિટિવ ઊર્જા ફેલાવે છે, જેનાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.

જો તમે પણ પતિ-પત્ની વચ્ચેના તણાવને દુર કરવા માંગતા હોવ તો કપૂર તમને ખૂબ જ લાભદાયી નીવડશે, પતિ-પત્ની વચ્ચેના તણાવને દુર કરવા માટે રોજ રાત્રે સૂતી વખતે પત્નીએ પોતાના પતિના ઓશિકાની નીચે સિંદૂરની એક પોટલી અને પતિ એ પોતાની પત્ની માટે તેના ઓશિકાની નીચે કપૂરની ગોળી રાખી દો.

બીજે દિવસે સવારે ઊઠીને સિંદૂરને ઘરથી દૂર સુરક્ષિત જગ્યા પર ફેંકી આવવું અને કપૂરને કાઢીને ઘરમાં સળગાવી દો, આ ઉપાયથી પતિ અને પત્ની વચ્ચે રહેલો તણાવ દૂર થઈ જાય છે અને પતિ-પત્ની વચ્ચે નો પ્રેમ વધે છે.

કપૂરના બીજા પણ ઘણા ફાયદા છે. કપૂર ત્વચા માટે ઘણુ ફાયદાકારક છે, કપૂર ના ઉપયોગથી કુદરતી નિખાર પણ લાવી શકાય છે. શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો નાળિયેરના તેલમાં કપૂરને મેળવીને દુખાવા ની જગ્યા પર લગાવવાથી દુખાવામાં રાહત થાય છે.