ઘણા લોકો પોતાની ખાસ વાતોને પોતાના પાર્ટનર સાથે શેર કરવા માટે માંગતા નથી. ખાસ કરીને પોતાના ભવિષ્ય અને એક્સ વિશે. નિષ્ણાંતો મુજબ સફળ સંબંધો બનાવી રાખવા માટે વાતચીત અને દરેક પ્રકારની સ્પષ્ટતા બંને વચ્ચે જરૂરી છે.
પતિ-પત્નીએ એકબીજાને ખોટાં કાર્યો કરવાથી રોકવા જોઇએ. આપણે જાણીએ જ છીએ કે ખોટાં કામનું પરિણામ ખરાબ જ આવે છે. યોગ્ય અયોગ્યને સમજીને જ એકબીજાને સાચી સલાહ આપવી જોઇએ. બંનેએ એક બીજા ની સાચી સલાહ હંમેશા માનવી પણ જોઇએ. પતિ-પત્ની જ એકબીજાના શ્રેષ્ઠ સલાહકાર હોય છે.
ઘણી વાર નાની અમથી વાતમાં પતિ પત્નીને ઝઘડો થઈ જાય છે. ખાસ કરીને વાતચીત કરવાની ઢબ સારી ન હોય તો આવા ઝઘડા વધી જાય છે. પતિ જો પ્રેમથી સમજાવે તો પત્ની પોતાની ભૂલ સ્વીકારી લે છે. આવા નાના-મોટા વિવાદો બધાના ઘરમાં થતા હોય છે. એટલે થોડું હળવાશ થી લેતા શીખવું જોઈએ.
સંબંધો હંમેશા ભરોસા પર ટકેલા હોય છે. વૈવાહિક જીવનમાં એકબીજા સાથે તાલમેલ ન હોવાથી પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદની સ્થિતિ નિર્મિત થઇ શકે છે. લગ્ન જીવનમાં તાલમેલ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ એક બીજા ના સારા સલાહકાર બનવું જોઇએ. સુખી ગૃહસ્થ જીવન માટે જીવનસાથી ની યોગ્ય સલાહ તરત માની લેવી જોઇએ, ત્યારે જ બંને વચ્ચે પરસ્પર પ્રેમ જળવાયેલો રહે છે અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.
લગભગ દરેક કિસ્સામાં આવું જ બનતું હોય છે. પત્ની પતિની ભૂલ દેખાડે કે તેની બેજવાબદારી બદલ ફરિયાદ કરે ત્યારે પતિ એને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે છે અને ઝઘડવા લાગે છે. શ્રી રામચરિત માનસ પ્રમાણે રાવણ અને મંદોદરીના વૈવાહિક જીવનથી આપણે સમજી શકીએ છીએ કે, જીવનસાથી ની યોગ્ય સલાહ માનીએ નહીં તો કેવી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે
જ્યારે શ્રીરામ પોતાની વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા હતાં, ત્યારે મંદોદરી સમજી ગઇ હતી કે, લંકાપતિ રાવણની પરાજય નક્કી છે. જેથી મંદોદરીએ રાવણને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો કે, તેઓ શ્રીરામ સાથે યુદ્ધ કરે નહીં. સીતાને પાછી સોંપી દે. શ્રીરામ સ્વયં ભગવાનનો અવતાર છે.
મંદોદરીએ અનેકવાર રાવણને સમજાવવા નો પ્રયત્ન કર્યો કે, શ્રીરામ સાથે યુદ્ધ કરવાથી કલ્યાણ નહીં થાય’, પરંતુ રાવણે મંદોદરી ની કોઈ વાત ના માની, શ્રીરામ સાથે યુદ્ધ કર્યું અને પોતાના બધા જ પુત્ર અને ભાઈ કુંભકર્ણ સાથે તે પણ મૃત્યુને પ્રાપ્ત થયો.
આ પરથી જાણવા મળે છે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે. સુખ હોય કે દુખ ક્યારેય પણ પતિ પત્ની એ એકબીજાનો સાથ છોડવો ના જોઈએ અને જો બંને માંથી કોઈ પણ એક ખોટા માર્ગે જતા હોય તો તેને સાચી સલાહ આપવી. તેમજ બંને એ એક બીજા ની સારી સલાહ માનવી જોઈએ. તોજ જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત થાય છે.