પથરીની સમસ્યા જડમુળથી દુર કરશે ફક્ત આટલી વસ્તુનું સેવન..

સ્વાસ્થ્ય

આજકાલ ખાણીપીણી ના કારણે ઘણી સમસ્યા થાય છે. ભાગદોડ વાળી જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. ક્યારેક વધુ પડતો દુખાવો પણ પથરીનો અસહ્ય બની જતો હોય છે.

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. કિડની આપણા શરીરમાં રહેલ લોહીની અશુદ્ધિઓને કાઢવાનું કામ કરે છે, પરંતુ જ્યારે આ અશુદ્ધિઓને સાફ કરવાને બદલે તેને એકઠી કરવા લાગે તો તેને કિડનીની પથરી કહેવામાં આવે છે. પથરીનાં દર્દીઓને સમય પેટમાં ભયંકર દુખાવો થાય છે. કોઈપણ રોગમાં દવા લેવાથી વધારે યોગ્ય રહેશે કે આપણે તેના સંબંધિત આહાર લઈએ. આવી જ ચીજો વિશે અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું,આજે અમે તમને એવી અમુક વસ્તુ વિશે જણાવીશું, જે પથરીનાં દર્દીઓ માટે ઘણા પ્રકારની ફાયદાકારક માનવામાં આવે છે.

મેડિકલ ભાષામાં કિડનીની પથરીને બેફ્રેલિથિઓસિસ કહેવામાં આવે છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિને અસહનીય દુખાવો થાય છે. જેમાથી કેટલીક વખત પથરી યુરિન મારફતે બહાર નીકળી જાય છે. જેથી બાથરૂમ જતા સમયે પણ સમસ્યા થાય છે. જો તમને પણ પેટ કે સાથળની વચ્ચેના ભાગમાં દુખાવો થાય છે. જેના કારણે તમને યુરિનરી ટેક્સ ઇન્ફેક્શન પણ થઇ શકે છે.

દહી :- દહીં પાચન ક્રિયાની તંદુરસ્તી જાળવી રાખે છે, સાથોસાથ તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે કિડનીની સફાઈ પણ કરે છે. તેમાં રહેલ ગુડ બેક્ટેરિયા ઈમ્યૂન સિસ્ટમને પણ સારી બનાવે છે.

લાલ સિમલા મરચાં :- લાલ સિમલા મરચાં માં વિટામીન-એ, સી, બી-૬, ફોલિક એસિડ મળી આવે છે. તે સિવાય તેમાં પોટેશિયમની માત્રા પણ ઓછી હોય છે, જે કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે.

અજમાં :- અજમાં ભારતીય રસોઈની એક ખાસ ચીજ છે. અજમાં ભોજનનો સ્વાદ વધારવાથી લઇને ઘણાં પ્રકારની બીમારીઓનાં ઈલાજ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમા પાચક અને પિત્તવર્ધક હોય છે. તે પેટ સાથે જોડાયેલી બીમારીઓમાં લાભકારી હોય છે. તેનું સેવન કરવાથી કિડની સ્વસ્થ રહે છે.

યોગ્ય આહાર જરૂરી :- જો તમને પથરી કેલ્શ્યિમના વધારે સેવનથી થઇ છે તો તમે તમારે ડાયેટમાં મીઠું કે ઓક્સાલિક એસિડ ઓછું કરવાની જરૂરત છે. તે કેલ્શ્યિમને શરીરમાં શોષિત થવાથી રોકે છે. જેથી લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, માછલી, કાજૂ અને સોયાનું સેવન ઓછું કરો. કારણકે તેમા ઓકસાલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે કિડનીની પથરીનું કારણ બને છે.