રિલેશનશિપ એક એવી વસ્તુ છે જેમાં બંન્નેનો મુડ હોવો ખૂબ જ જરૂરી છે. જો એકનો મુડ હોય અને બીજાનો મુડ ના હોય તો પતિ-પત્નીને રિલેશન રાખવાની મજા નથી આવતી. આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં પતિ-પત્ની વચ્ચે વાત કરવાનો સરખો સમય મળવો મુશ્કેલ થઈ ગયો છે.
મોટાભાગના કપલને પાર્ટનરની પસંદ અને નાપસંદની ખબર હોય છે. જો તમારા પાર્ટનરને મ્યૂઝિક સાંભળવાનો શોખ હોય તો આ એક ખૂબ જ સારી આદત કહેવાય છે. કારણ કે મ્યૂઝિકથી તમે તમારા પાર્ટનરના મુડને વધારે રોમેન્ટિક બનાવી શકો છો.
કામની ચિંતા અને વ્યસ્ત જીવનશૈલીના કારણે પાર્ટનર એકબીજા સાથે સારો એવો સમય વિતાવી શકતાં નથી. આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું, જેથી તમારો રોમાન્સ ફરી વધી જાય છે. આજે અમે તમને કિચન રોમાન્સ વિશે અમુક ઉપાય જણાવીશું. કિચનમાં તમે અમુક નાની વાતોનું ખાસ ધ્યાન રાખીને પાર્ટનરને ખુશ કરી શકો છો.
જ્યારે પણ તમારી પાર્ટનર રસોઈ ઘરમાં રસોઈ કરી રહી હોય ત્યારે તક જોઈ તમે પણ કિચનમાં તેમની મદદ કરવા માટે જઈ શકો છો. જો કિચનમાં તમે તેમની મદદ કરશો તો તમારી પાર્ટનર ચોક્કસપણે ખુશ થશે. કુકિંગ કરતી વખતે વાતાવરણને વધારે રોમેન્ટિક બનાવવા માટે પોતાની પાર્ટનરને કોઈ રોમાન્ટિક જોક્સ સંભળાવવો.
રજાના દિવસે જ્યારે તમે ઘરે હોય ત્યારે તમારા પાર્ટનરની સાથે પસંદગી નું ફૂડ બનાવવાનું પ્લાનિંગ કરવું, ભોજનની તૈયારીમાં મદદ કરતી વખતે જ પત્નીની સાથે થોડી હંસી-મજાક કરવી અને એક હેલ્ધી ફ્લર્ટિંગ કરવાનું શરૂ કરવું. હેલ્ધી ફ્લર્ટિંગ તમને એકબીજાની વધારે નજીક લઈ આવશે.
રજાના દિવસે તમારા બંનેની પસંદનું કોઈ જ્યુસ કે કોફી બનાવી લઈ જવું. ખાસ યાદ રાખવું’ કે એ મિલ્કશેક અથવા જ્યુસમાં બે સ્ટ્રો રાખવી, પછી એકબીજાની આંખોમાં જોઇને પીવો. આવું કરવાથી તમારા બંનેની વચ્ચે ઓછો થઇ ગયેલો પ્રેમ ફરીથી જાગૃત થઈ ઊઠશે. બેડરૂમમાં જતા પહેલા તમારા પાર્ટનરને હાથે બનાવીને સારી કોફી પીવડાવવી જોઈએ.
પછી તે તમારા હાથની બનેલી કોફી પીઈને તમારા પાર્ટનર પર તે કોફી જાદુ કરે છે, તે કહ્યા વગર નહી રહી શકે. તમારા વખાણ કરશે અને પ્રેમથી આલિંગન પણ આપશે. જે રીતે પતિના દિલ સુધી પહોંચવાનો માર્ગ પેટથી થઈને જતો હોય છે એવી જ રીતે જો પત્નીને ખુશ કરવા માંગતા હોય તો તેમના દિલનો માર્ગ રસોડામાં થી થઈને જાય છે.. એવું કહેવું ખોટું નથી.
મહિલાઓ દરરોજ તમારા માટે તમારી પસંદની વાનગીઓ બનાવતી હોય છે, પરંતુ જ્યારે જો તમે ક્યારેક તેમની પસંદનું કંઈક બનાવશો તો તે ખુબ જ ખુશ થશે. કિચનમાં જ્યારે તમારી પત્ની કામમાં વ્યસ્ત હોય ત્યારે ધીમેથી તેમના વાળમાં લગાવેલા બટરફ્લાય, ક્લિપ અથવા રીંગને ખોલી દેવી.
ચહેરા પર આવતી વાળની લટો જોઈને તમારા દિલમાં પ્રેમના અંકુર ફૂટતા હોય છે. આ સિવાય જ્યારે તમારી પાર્ટનર કિચનના કામમાં વ્યસ્ત હોય ત્યારે ધીમેથી તેમની પાછળ જઈને પછી તેમને કમરથી પકડીને તમારી તરફ ખેંચીને તમારી તરફ ખેંચી લેવી. અચાનક આ રીતે દર્શાવેલો તમારો પ્રેમ તમારી પત્નીના મનમાં પણ રોમાન્સને જીવતો કરી દેશે.