જાણો પરિણીત મહિલાઓ શા માટે કાચની બંગડીઓ પહેરે છે.. એનું છે ધાર્મિક મહત્વ.

ધાર્મિક

લગભગ હિન્દુ ધર્મની દરેક પરણિત મહિલા હાથમાં બંગડી પહેરે છે. હિંદુ ધર્મમાં સુહાગની નિશાની તરીકે કાચની બંગડીઓ પહેરવામાં આવે છે. ખાસ કરીને કાચની બંગડી પરિણીત મહિલાઓના શૃંગારનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. તેને સુહાગની નિશાનીનાં રૂપમાં પણ પહેરવામાં આવે છે.

આમ તો જ્યોતિષશાસ્ત્રમા પરિણીત મહિલાઓ માટે અનેક નિયમો જણાવવામા આવેલ છે. એવું કહેવામાં આવે છે કે જો સુહાગન મહિલાઓ લગ્ન પછી કાચની બંગડીઓ ન પહેરે તો પતિની ઉંમરમાં ઘટાડો થઈ જાય છે, પરંતુ શું હકીકતમાં આવું થતું હોય છે?, આજે અમે તમને એના વિશે જણાવીશું.

અમે તમને જણાવી દઈએ કે દરેક સ્ત્રી ને શણગાર કરવો ખુબ જ પસંદ હોય છે, ખાસ કરીને તે સુહાગણ મહિલાની કાચની બંગડીઓ એક અતુટ બંધન ધરાવે છે. આજે અમે તમને એ કાચની બંગડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. ચાલો એના વિશે જણાવીએ.

કાચની બંગડીનું ધાર્મિક મહત્વ :- હિન્દુ ધર્મમાં દેવીઓ અને પ્રાણીઓનો શૃંગાર કરવામાં બંગડીનો ઉપયોગ જરૂર કરવામાં આવતો હતો. વૈદિક કાળથી કાચની બંગડીને મહિલાઓના શૃંગારમાં સામેલ કરવામાં આવેલ છે. જો બંગડીનું દાન કરવામાં આવે તો તે પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ગ્રહો શાંત થઇ જાય છે. જો લીલી બંગાડીનું દાન કરવામાં આવે તો તેનાથી બુધ ગ્રહ શાંત થઇ જાય છે.

કાચની બંગડીઓનાં ફાયદા અને નુકસાન :- કાચની બંગડીઓ તૂટી જાય તો હાથમાં ઈજા થઈ શકે છે તે એક જ નુકશાન છે. તે ઉપરાંત તેના ઘણા ફાયદાઓ છે. મહિલાઓ જ્યારે ચાલે છે તો કાચની બંગડીઓ દ્વારા હાથમાં ઘર્ષણ થાય છે, એ ઘર્ષણથી નિકળતી ધ્વનિ ઘરમાં પોઝિટિવ એનર્જી પેદા કરે છે.

એટલું જ નહીં, બંગડીઓનું કંપન થવાથી મહિલાઓનાં બોડીમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે સારું બનાવે છે, તેનાથી તેમનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. સ્વાસ્થ્ય તથા હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ હાથમાં બંગડીઓ પહેરવાથી જ ટળી જાય છે. કાચની બંગડીનું ઘણું મહત્વ છે.

કાચની બંગડીઓ પરસ્પર ટકરાવવાથી મહિલાઓની બોડીમાં વધારે ઉર્જા ઉત્પન્ન થતી રહે છે. બંગડી પહેરવાથી કાંડા પર છ ઈંચ સુધી એક્યુપંચર પોઇન્ટ થતું રહે છે. બંગડીઓને કારણે તે જગ્યા પર રેગ્યુલર પ્રેશર પડતું રહે છે, તેનાથી મહિલાઓનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે, જેનાથી બીમારી ખુબ જ દુર રહે છે.

હાથમાં બંગડી પહેરવાથી પતિની ઉંમર વધે છે? :- શું હકીકતમાં હાથમાં બંગડી પહેરવાથી પતિની ઉંમરમાં વધારો થાય છે? નહિ, એ ખોટું છે. પરંતુ હાં, તેને પહેરવાથી મહિલાઓની ઉંમરમાં જરૂર વધારો થઇ જાય છે. બંગડી પહેરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર પોઝિટિવ પ્રભાવ પડે છે.

ભારતનાં ધાર્મિક રીતી રીવાજોનું કનેક્શન ભાવનાઓ સાથે વધારે હોય છે. એટલા માટે પરિણીત મહિલાઓનાં શૃંગારને પત્નીની ઉંમર અને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે છે. આ રીતે હાથમાં બંગડીઓ પહેરવાનું મહત્વ ઘણું થાય છે, તેનાથી પતિની ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેને પહેરવાથી મહિલાઓની ઉંમરને ઘણો લાભ થાય છે.

ધાર્મિક માન્યતા મુજબ જોવામાં આવે તો બંગડી પહેરવાથી ધાર્મિક માન્યતાઓનું પણ સન્માન થાય છે. વળી બંગડી પહેરવાથી મહિલાઓની સુંદરતામાં પણ વધારો થઇ જાય છે. એટલા માટે હાથમાં બંગડી પહેરવી સુંદરતા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અને શુભ પણ માનવામાં આવે છે.