પપૈયું ખરીદતી વખતે આ પાંચ વાત નું રાખો ધ્યાન, સુધારવા પર નીકળશે મીઠું અને પાકેલું પપૈયુ

સ્વાસ્થ્ય

ગરમીની ઋતુ લગભગ શરૂ થઈ ગઈ છે, એવામાં બજારમાં પપૈયા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, અત્યારે તો પપૈયા તમને બધી ઋતુઓમાં મળી જતા હોય છે, પરંતુ ગરમી માં તે સૌથી વધારે સારી ગુણવત્તાવાળું મળે છે. અને ગરમીમાં પપૈયું ખાવાથી તમારે સ્વાસ્થ માં ખૂબ જ લાભ થતો હોય છે.

આ લાભ તમને ત્યારે જ મળશે જ્યારે તમે સારી ગુણવત્તાવાળું અને સારું પપૈયું ખરીદીને ઘરે લાવશો. ઘણીવાર લોકો દુકાનદારની વાતોમાં આવીને બહારથી જ રંગરૂપ જોઇને પપૈયુ ઘરે લાવે છે, પરંતુ જ્યારે તેને સુધારે છે તો તે કાચું અને બેસ્વાદ નીકળે છે. તેવામાં આજે અમે તમને એક સારો અને પરફેક્ટ પપૈયુ શોધવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ.

પપૈયુ ખરીદતા સમયે રાખો આ વાતોનું ધ્યાન :- મોટાભાગે લોકો પપૈયુ ખરીદતી વખતે તેનો રંગ જોઈને ધરે લાવતા હોય છે, તેઓને લાગે છે કે તે પાકેલું હશે પરંતુ પપૈયાના રંગની જગ્યાએ તેની ધારી ને સકાસવી જોઈએ. પપૈયાની ઉપર બનેલી ધારીઓ પીળા અથવા તો નારંગી રંગની છે, તો પાકેલું છે અને જો પપૈયામાં થોડું પણ લીલાશ નજર આવે તો સમજી જવું કે તે પપૈયું કાચુ છે.

ઘણીવાર પપૈયા ઘેર લાવ્યા પછી અંદરથી સડેલું અથવા તો બેસ્વાદ નીકળતુ હોય છે. એવામાં તમે પપૈયાને થોડુંક દબાવીને લેવું જોઈએ, જો તે સહેલાઈથી દબાઇ જાય છે અથવા પીળુ દેખાઈ રહ્યું હોય તો તે ના ખરીદો. આવું પપૈયું અંદરથી બગડી ગયેલુ હોય છે, પપૈયાને દબાવતી સમયે જો તે કડક હોય તો જ તે ખરીદો.

પપૈયામાં સફેદ રંગની ધારીઓ નજર આવે તો ભૂલથી પણ ના ખરી દો. આ રીતના પપૈયા ખૂબ જ વધારે પાકેલા અને વાસી હોય છે, તેની અંદર ફુગ લાગી ગઈ હોય છે. જો તમે સફેદ ધારીવાળુ પપૈયું લો છો તો અંદરથી ગળેલુ જ નીકળશે. બની શકે તે ઘણી જગ્યા ઉપર મીઠું હશે, પરંતુ બીજી જગ્યા પર તેનો સ્વાદ બિલકુલ નહિ હોય.

એનાથી મોટી વાત એ છે કે આ પપૈયું ખાવાથી તમારા સ્વાસ્થય પર ખરાબ અસર પડી શકતી હોય છે. પપૈયા ની સુગંધ પણ તેનું સારું કે ખરાબ થવાનો સંકેત દેતી હોય છે. આ માટે તમને ખૂબ જ તેજ સુગંધ આવી રહી છે તો તે પપૈયુ અંદરથી મીઠું અને પાકેલું હોય છે. આ માટે પપૈયુ ખરીદતી વખતે તેને સુંધવાનુ ભૂલશો નહીં.

ઘણીવાર એવું પણ થતું હોય છે કે પપૈયા વાળા તમને પપૈયો કાપીને ખવડાવતા હોય છે, જે અંદરથી ખૂબ જ મીઠુ હોય છે. પરંતુ જ્યારે તમે ઘરે લાવો છો ત્યારે તેમાં સ્વાદ હોતો નથી. તેનું કારણ એ છે કે દુકાનવાળો તમને પપૈયા નો સૌથી પાકેલો ભાગ કાપીને ખવડાવતા હોય છે. તે પપૈયાનો નકામો ભાગ કાપીને આપતા નથી, માટે ઉપર બતાવેલી રીત અનુસાર જ પપૈયું ખરીદો.