આમ તો હવે માર્કેટમાં ટ્યુબલેસ ટાયર પછી એરલેસ ટાયર આવી રહ્યા છે. જેમાં હવા ભરવાની જરૂર નહી પડે. અત્યારે લગભગ દરેક લોકોની બાઈક કે કાર માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ કરાવે છે, આજકાલ લોકો સાદા ટાયર રાખતા નથી કારણકે એનાથી પંચર પડે ત્યારે ઘણી મુશકેલી થાય છે, પરંતુ ખબર નથી કે આ નવા ટાયર માં તમારા વાહનનું ટાયર પંચર છે તેમ કહી તમારી પાસે રૂપિયા લઇ લે છે.
અમે તમને જણાવી દઈએ કે તમે કોઈ એક વાર તો તેનો ભોગ બની જ ચૂક્યા હશો. જો તમારા વાહનમાં પણ ટ્યૂબલેસ ટાયર હોય, તો તેમાં એર પ્રેશર ચેક કરાવતા પહેલા તમારે કેટલીક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરુરી છે. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એ ખાસ બાબતો..
પહેલા ટ્યુબ વાળા ટાયર્સ આવતા હતા જેનો ખ્યાલ રાખવો પડતો હતો પણ પંચર થવાની સ્થિતિમાં ઘણીવાર મુસીબતનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે ટ્યુબલેસ ટાયર ટેક્નોલોજી આપણી ઘણી સમસ્યાઓને ઓછી કરી દીધી છે.પરંતુ ઘણી વાર કારીગર એક ના બદલે 4-૫ પંચર બતાવે છે.
પંચરની દુકાન વાળા એક વ્યક્તિએ પણ જણાવ્યું હતું કે, કેટલાક પેટ્રોલપંપો પર અને ખાસ તો હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ટાયરમાં હવા ઓછી છે તેવું કહી ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાનો ખેલ ચાલી રહ્યો છે. એકાદ ટાયરમાં જો હવા થોડી ઓછી પણ હોય તો પણ આ લોકો તેમાં એક એવી ટેકનિકથી તમને ચાર-પાંચ પંચર બતાવે છે., જેનાથી તમે પંચર કરાવો અને તેઓ પૈસા કમાઈ શકે.
આવી રીતે કરવામાં આવે છે છેતરપિંડી :- અમે તમને જણાવી દઈએ કે આ લોકો ખુલ્લે આમ પંચરના નામ પર છેતરપિંડી કરે છે. જેમાં તેઓ કારના ટાયરમાં પંચર ચેક કરતા-કરતા જ નાના નાના કાણા પાડી દે છે અને પછી તેમાંથી હવાના પરપોટા બહાર નીકળવા લાગે એટલે ગ્રાહકને પંચર છે એમ કહી શકાય. પછી તેઓ તમારી પાસેથી સારા એવા રુપિયા પડાવી લે છે.
પંચરનો ભાવ :- આપણે પણ ઘણી વાર બાઇક કે કાર માં પંચર કરાવ્યુ હોય તો ખબર હશે કે આ લોકો એક પંચર ના 100 રુપિયા લેતા હોય છે, અને જો તમારી પાસે ગાડી હોય અને તમે આવી સ્થિતિમાં ચાર પાંચ પંચર એક સાથે જ તમને બતાવીને તમારી પાસેથી ઘણા રુપિયા પંચર સરખું કરનાર આરામથી લઇ લે છે, અને આગળ જઈને હેરાન ન થાય તે ડરથી આપણે પણ તેને મો માગ્યા પૈસા આપી દઈએ છીએ.
આ વાતનું રાખવું ખાસ ધ્યાન :- ઘણા લોકોની આદત હોય છે કે કારમાં એર ફિલિંગ ના સમયે તે કાર ની અંદર બેસી રહે છે. તેના બદલે કારની બહાર નીકળવું જોઈએ અને તમારી હાજરીમાં પ્રેશર ચેક કરાવવું, જેથી તમને તે છેતરી ના શકે. જો કોઈ ટાયરમાં પ્રેશર બીજા ટાયર્સ કરતા ઓછું હોય અને તમને તેમાં પંચર તેવું કહે તો પેટ્રોલ પંપ પર પંચર કરાવવાને બદલે કોઈ ટાયર કંપનીના શોરુમ પર અને શક્ય હોય તો તમારું ટાયર જે કંપનીનું છે તેના ઓર્થોરાઈઝ્ડ શોરુમ પર જ જાઓ.
ટાયરમાં હવા ઓછી હોય તો :- ઘણી વાર તમે કાર લઈને નીકળ્યા હોય અને જો ટાયર માં હવા ઓછિ લાગે તો ચિંતા કરવાની કોઈ જરુર નથી. તમે તેમાં પૂરી હવા ભરાવીને તેને આરામથી ડ્રાઈવ કરી શકો છો. ત્યાં સુધી કે જો તમારી કારના ટ્યૂબલેસ ટાયરમાં ખિલ્લી પણ ઘૂસી જાય તો પણ તમે તેને હવા ભરાવ્યા બાદ પંકચરની દુકાન સુધી આરામથી લઈ જઈ શકો છો. માટે, પેટ્રોલપંપ પર પંકચરવાળો તમને હવા ઓછી છે તેમ કહી ડરાવે તો પણ તેને ત્યાં પંચર કરાવવાનું ટાળો.
નાઈટ્રોજન ફિલિંગ :- મોટાભાગના લોકો કારમાં સાદી હવા ભરાવવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ તમે તેના બદલે નાઈટ્રોજન ભરાવી શકો છો. નાઈટ્રોજન હવા ભરાવવાથી ૨-૩ મહિને એકાદ વાર એર પ્રેશર ચેક કરાવવાની જરૂર છે, અને જો પંચર પડી પણ જાય તો પણ તેમાં નાઈટ્રોજન લાંબો સમય ટકે છે. નાઈટ્રોજન ભરાવેલો હોય તો પણ તમે તેમાં ઈમરજન્સીમાં સાદી હવા ભરાવી જ શકો છો.
પંચરની કીટ રાખવી સાથે :- ઘણી વાર અચાનક બહારગામ જવાનું થતું હોય અને સમય નો અભાવ હોય ત્યારે હંમેશા સાથે ટ્યૂબલેસ ટાયરની પંચર કિટ રાખવી જોઈએ. જેથી ટ્યૂબલેસ ટાયરનું પંચર જાતે બનાવવું હોય તો કોઈ મુશ્કેલી ના આવે. જેને યૂટ્યૂબ પર વીડિયોઝ જોઈને પણ શીખી શકો છો. તેનાથી ન માત્ર તમારા પૈસા બચશે, પરંતુ તમે ક્યાંક પંચરને લીધે સમસ્યા પણ ન આવે અને ટ્યૂબલેસ ટાયરનો ફાયદો ઉઠાવી શકશો.