નિયમિત સવારે ઉઠીને પલાળેલી મેથીના દાણાનું કરવું સેવન, મળશે ચમત્કારિક ફાયદા..

સ્વાસ્થ્ય

શિયાળામાં મેથી ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદની દ્રષ્ટિએ મેથીના દાણા ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. મેથીના દાણામાં પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. મેથીનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે અને શરીર રોગો સામે લડી શકે છે. મેથીના દાણા તો દરેક ઘરના રસોઈ ઘરમાં હોય છે.

દરરોજ રાત્રે મેથીના દાણા પલાળીને મૂકી રાખવા અને પછી સવારે એનું સેવન કરવું, જેનાથી ઘણા ચમત્કારી ફાયદા મળે છે. તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. રાત્રે પલાળેલા મેથીના દાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે. મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે એનું કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો જાણી લઈએ મેથીના દાણાના ફાયદા..

પાચનતંત્ર :- પલાળેલા મેથીના દાણાનું સેવન પાચનક્રિયાને મજબુત બનાવે છે. આ દાણા કબજિયાત સાથે પેટની ઘણી તકલીફ દૂર કરે છે, વજનમાં ઘટાડો પલાળેલા મેથીના દાણાને સવારે ખાલી પેટ પર લેવાથી ભૂખ કન્ટ્રોલમાં રહે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. મેથીના દાણાનો પાવડર મિક્સ કરીને, તેના ફક્ત 1 ગ્રામનું સેવન નિયમિત કરવાથી તમને ફાયદો થશે. જે લોકોને પાચન સબધી કોઈ સમસ્યા હોય તો એમને પલાળેલી મેથીના દાણાનું સેવન જરૂર કરવું જોઈએ.

બ્લડ પ્રેશર માટે ફાયદાકારક :-  કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય તો એવા લોકોએ મેથીના દાણા નું સેવન કરવું જોઈએ. રાત્રે પલાળેલા મેથીના દાણા સવારે અને સાંજે 5 ગ્રામની માત્રામાં લઈને એનું સેવન કરવું. અને જે પાણીમાં એને પલાળેલા હતા એ પાણી પણ પીઈ જવું. એનાથી લોહી સારી રીતે પરિભ્રમણ કરશે અને લોહીના દબાણની સમસ્યા દૂર થઇ જશે.

ડાયજેશનની સમસ્યા માટે :- મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ રહેલું છે, જે બૉડીમાંથી ટોક્સિન બહાર કાઢે છે, જેનાથી ડાઇઝેશનમાં સુધારો થાયછે, એનાથી આંતરડાંના કેન્સર નો ખતરો રહેતો નથી. પલાળેલા મેથીના દાણા આપણા શરીર માંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવાનું કામ પણ કરે છે. રોજ સવારે ખાલી પેટે મેથીના દાણા ખાવાથી ડાઇઝેશન સુધરે છે તેમજ તે આપણી કિડનીને પણ સ્વસ્થ રાખે છે.