પાખી અને વિરાટનોં થશે તલાક!! સઈ ફરીથી બનશે ચવહાણ પરિવાર ની વહુ….

મનોરંજન

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. હાલમાં સ્ટોરીમાં પત્રલેખાએ સઈ અને પુલકિત પર લગાવેલા મેડિકલ નેગેલીજેંસી કેસની આસપાસ ફરે છે..

પાખી હવે સઈને વિરાટ અને વિનાયકના જીવનમાંથી બહાર કાઢવા અને તેની કારકિર્દી બરબાદ કરવા માટે મક્કમ છે. આમ, નાટક ત્યારે વધે છે જ્યારે વિરાટ પણ પાખી સામે કેસ કરે છે જેનાથી પાખી અંદરથી હચમચી જાય છે.

વિરાટે પણ એક મોટું પગલું ભર્યું..

વિરાટ સઈની સુરક્ષા માટે મક્કમ છે કારણ કે પાખી ખોટી છે અને તે સઈની મહેનતની કમાણી આટલી સરળતાથી વેડફી શકે તેમ નથી. આથી બીજી બાજુ વિરાટે પણ પોતાના વકીલને હાયર કર્યા છે. પરંતુ સિરિયલમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

પત્રલેખાએ આખા પરિવારને જાહેર કર્યું કે તેણે જ સઈ અને પુલકિત પર આરોપ લગાવ્યો છે. પત્રલેખા સઈને કહે છે કે તે તેની ઓળખ પાછી મેળવીને જ રહેશે.પરંતુ વિરાટ પત્રલેખા સામે વકીલ રાખે છે અને કોર્ટમાં જુબાની આપવા માટે પણ સંમત થાય છે.

આગળ વિરાટ પત્રલેખાને સાચો અરીસો બતાવશે કે તારી હરકતોને કારણે તું મારાથી દરેક ક્ષણ દૂર જઈ રહી છે અને મારી આંખોમાં પણ એક કચરાની માફક ખુંચી રહી છે. વિરાટના આ શબ્દો સાંભળીને પત્રલેખા ચોંકી જાય છે.

જ્યારે વિરાટ અને પાખીના છૂટાછેડાનો ટ્રેક આવશે ત્યારે સ્ટોરી વધુ જટિલ બનશે. કહેવાય છે કે સ્ટોરીમાં પાછળથી પાખી વિરાટથી છૂટાછેડા લઈ લેશે અને સઈ આખરે ચવ્હાણ પરિવારની વહુ બનશે!