શિયાળામાં પગ પર દેખાય છે લાલ-લીલી નસો, તો આ રીતે મેળવો ઈલાજ, સ્નાયુઓ પણ થશે મજબુત

સ્વાસ્થ્ય

આપણું શરીર આપણા સ્વાસ્થ્ય વિશે ઘણુબઘું કહી જાય છે. તમારા પગ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણીબધી જાણકારી આપે છે. શિયાળામાં કેટલીક વખત સોજા વધવાથી નસમાં સોજા આવે છે અને તે નસો ફુલી જાય છે. પગની ઘૂંટી નજીક ક્યારેક આ વાદળી નસો પગ ઉપર ઘણા મોટા કદમાં થઇ જાય છે.

પગ જકડાઇ જાય ત્યારે ચાલવામાં તકલીફ થાય છે. આ સમસ્યા મોટા ભાગે ગર્ભાવસ્થા દરમિયાન, વધતી ઉંમરને કારણે, કે શરીરમાં પાણીની કમીને કારણે મોટે ભાગે થાય છે. આ કારણે પગમાં સોજા પણ ચઢી જાય છે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે સ્પાઇડર નસો છૂટકારો મેળવવો.

શરીરને ગરમ રાખો- શિયાળામાં રુધિરવાહિનીઓમાં ખેંચાણ થાય છે જે સોજાના કારણે ખેંચાણ પણ અનુભવાય છે. આવી સ્થિતિમાં શરીરને શક્ય તેટલું ગરમ ​​રાખવાનો પ્રયાસ કરો. આ માટે, માત્ર હીટર પર જ નહીં, આહાર પર પણ ધ્યાન આપો. ગરમ ખોરાક ખાઓ જે શરીરને અંદરથી ગરમ રાખે છે. જેમ કે હળદરનું સેવન કરો, સુંઢ ગંઠોળા અને કેસરનું સેવન કરવું.

સ્વસ્થ આહાર :- આહારમાં ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરમાં બળતરા ઘટાડે છે. તેમજ શરીર અંદરથી ગરમ રહે, જેમા આદુ, લસણ, સૂપ, પાલક, તજ, વગેરે સામેલ કરો.

લાંબો સમય ઉભા રહેવું :- આ સમસ્યા ખાસ કરીને એવા લોકોમાં જોવા મળે છે જેને સતત એક જગ્યા પર ઉભા રહેવું પડે છે. સતત ઉભા રહેવાખી નસોમાં દબાણ પડવા લાગે છે અને લોહી એક જ જગ્યા પર રોકાઇ જાય છે. જેનાથી રાહત મેળવવા માટે વચ્ચે-વચ્ચે ફરવું જોઇએ

શરીરમાં લોહીનો અભાવના કારણે :- આહારમાં વધુ આયર્ન સમૃદ્ધ વસ્તુઓ જેમ કે ડ્રાયફ્રૂટ, કિસમિસ, પાલક વગેરે લો. આનાથી શરીરમાં લોહીનો અભાવ નહીં થાય અને તમે પણ આ સમસ્યાથી બચી શકશો.

પગ વાળીને ન બેસવું :- જ્યારે તમે વધારે સમય સુધી પગ વાળીને બેસો છો તો તેનાથી પણ તમારું લોહીનો પ્રવાહ રોકાઇ જાય છે કે ધીમું થઇ જાય છે અને આ કારણથી પગમાં સોજા આવવા લાગે છે. જેથી વધારે સમય સુધી પગ વાળીને ન બેસવું જોઇએ.

વધુ શારીરિક પ્રવૃત્તિ કરવી :- ખૂબ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસશો નહીં અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરો. આનાથી ખેંચાણની સમસ્યા જ દૂર થશે નહીં પણ સ્નાયુઓ પણ મજબુત થશે.

મસાજથી લાભ :- સ્નાયુઓમાં જો ઇજા થાય તો નવશેકા સરસવ, ઓલિવ, એરંડા, લીમડાના તેલથી માલિશ કરો. આ સ્નાયુઓને પણ મજબૂત બનાવશે.