શું પાર્ટનર સાથે અંગત પળ દરમિયાન આવે છે એક અલગ જ ફીલિંગ્સ… જાણો એનું કારણ અને લવ હોર્મોન્સ વિશે..

સહિયર

કોઈના પ્રેમમાં પડવાથી, ગળે મળવાથી, કે પછી તમારા પાર્ટનર સાથે અંગત પળો વિતાવવા દરમિયાન તમને એક અલગ જ ફિલિંગ અનુભવાતી હશે. અંગત પળો એક એવી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિ ને પસંદ જ હોય છે, અંગત પળોનું એક સારુ સેશન શરીરની સાથે માનસિક પણ ખૂબ જ આનંદ આપનારું હોય છે.

આવું આપણા શરીરમાં બનતા ઓક્સીટોસિન હોર્મોનના કારણે થાય છે. જે માત્ર પ્રેમદાયક પળોમાં રિલીઝ થાય છે. જેથી તેને લવ (Love)  હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગત પળોમાં સ્પર્શ એ એક મહત્વનો ભાગ ભજવે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યા એ અડીને અંગત પળો ની મજા માણતા હોય છે.

ઓક્સીટોસિનનો પ્રેમ સાથે છે સંબંધ :- હેલ્થલાઇન ડોટ કોમના સમાચાર અનુસાર વર્ષ ૨૦૧૨ માં કરવામાં આવેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રોમાન્સ કરવાના પહેલા સ્ટેજમાં રહેલા યુગલોમાં ઓક્સીટોસિન અન્ય કપલ્સ કરતા વધારે માત્રામાં બને છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, નવા પ્રેમમાં પડવા અને યૌન ક્રિયા દરમિયાન શરીરમાં ઓક્સીટોસીન વધારે પ્રમાણમાં રિલીઝ થયું.

તો વર્ષ ૨૦૧૩ માં કરવામાં આવેલ સંશોધનમાં સામે આવ્યું છે કે કોઈના પર વિશ્વાસ કરવા, કોઈને પ્રેમથી જોવામાં, કોઈના પર સહાનુભૂતિ થવી, સારા સંબંધોને યાદ કરવાથી કે બોન્ડિંગ જેવી સ્થિતિઓમાં પણ ઓક્સીટોસિન રિલીઝ થતું હોય છે.

આ રીતે શરીરમાં બને છે ઓક્સીટોસિન :- આ એક હેપ્પી અને સારો હોર્મોન છે. તેનું ઉત્પાદન મગજમાં રહેલા હાઇપોથેલેમસ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત મગજનું પોસ્ટીરીયર પિટ્યુરી લૉબ શરીરમાં આ હોર્મોનને રિલીઝ કરે છે. મહિલા અને પુરુષ બંનેમાં આ હોર્મોન બનતા હોય છે.

આ હોર્મોન પ્રજનનમાં ખુબ જ ખાસ ભૂમિકા ભજવે છે. માતા અને બાળક વચ્ચેના સંબંધમાં ઓક્સીટોસિનના પ્રભાવ પર માનવ અને જાનવરો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકને વારંવાર પ્રેમ કરવો, તેને પંપાળવા, લોરી સંભળાવવી, બાળકને નવડાવવા વગેરે સમયે પણ આ હોર્મોન વધારે રિલીઝ થાય છે.

તો બીજી તરફ આ હોર્મોન પુરુષોમાં શુક્રાણુઓમાં ફેરફાર કે સ્થાનાંતરિત કરતા સમયે વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે. ૨૦૧૦ માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે પિતા અને પુત્ર વચ્ચે કોઈ ખાસ વાતચીત થતી હોય ત્યારે પણ આ હોર્મોન રિલીઝ થાય છે.

ઓક્સીટોસિન સાથે જોડાયેલા છે આ હોર્મોન :- ઓક્સીટોસિન ઉપરાંત ડોપામાઈન અને સેરોટેનિન નામના હોર્મોનને પણ હેપ્પી (લવ) હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. જયારે તમે કોઈ વ્યક્તિ તરફ આકર્ષવ છો, ત્યારે તમારું મગજ ડોપામાઇનહોર્મોન્સને રિલીઝ કરે છે, જેના કારણે સેરોટેનિનનું સ્તર વધવા લાગે છે અને ઓક્સીટોસિન બનવા લાગે છે.

જે તમારી અંદર પોઝિટિવ ફીલિંગ્સમાં વધારો કરે છે. અગાઉ કરવામાં આવેલા સંશોધન મુજબ ઇન્ટ્રાનેસલ ઓકકસીટોસિન એ ઓટિઝમથી પીડિત દર્દીઓને સમજવામાં અને સામાજિક સંકેતોના લક્ષણો જણાવવામાં મદદરૂપ થાય છે.