ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં વિનાયકે શાળાની સ્પર્ધામાં સઈને તેની માતા તરીકે શોધી નાખી હતી.તે સઈને કહે છે કે મમ્મા આપડે આ સ્પર્ધા જીતી છે. વિનાયક પહેલી વાર સઈને મમ્મા કહીને બોલાવે છે.આ સાંભળીને સઈની ખુશીનો પાર ન રહ્યો. સઈની સાથે ભવાની દેવી અને ચૌહાણ પરિવારના અન્ય સભ્યો પણ ખૂબ જ ખુશ છે.
પાખીને આ બધું જોઈને ઈર્ષ્યા થાય છે. બીજી બાજુ વિનાયક વિચારે છે કે મારી મમ્મા હવે શું વિચારશે. ભવાનીએ સવીની મદદથી વિરાટ અને સઈ માટે ડેટ પ્લાન કરે છે. સવી ભવાની દેવીનોં પ્લાન પૂરો કરે છે.
સવી વિરાટની ભેટ સઈને આપે છે અને કહે છે કે બાબાએ આપી છે. તેની સાડી તેંમને ફાડી નાખી હતી ને? સઈ એ ભેટ રાખે છે. આ પછી સઈ સવી અને વિરાટ ડિનર પર જાય છે. ડિનર પર સવી અને વિરાટ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને તે ખૂબ જ ખુશ છે. તેને લાગે છે કે સવીના જીવનમાં એકમાત્ર વસ્તુ ખૂટે છે તે તેના પિતા છે.
દરમિયાન, પાખી વિરાટના સઈ તરફના ઝુકાવને સહન કરી શકતી નથી. વિરાટ સઈને તેના દિલથી કહેવા માંગે છે કે તે તેને પ્રેમ કરે છે.પરંતુ તેનામાં હિંમત નથી.
હોળીના દિવસે ચૌહાણ પરિવારમાં ખુશીઓ દસ્તક દેશે.
ફરી એકવાર સઈ અને વિરાટ સાથે મળીને હોળી ઉજવશે. સઈ અને સવી હોળી પર ડાન્સ કરે છે. બંનેના ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ બાદ સૈરાટ સાથે જોવા મળશે. સૈરાટના ચાહકો માટે આ હોળી ધમાકેદાર બની રહેવાની છે. વિરાટ હોળી પર સઈ સાથે તેની પત્નીની જેમ વર્તન કરવાનું શરૂ કરશે જ્યારે તે ભાંગના નશામાં હશે. શોના આગામી એપિસોડ્સમાં, વિનાયક પણ સઈને પ્રેમ કરવા લાગશે. કારણ કે તે એક હીરોની જેમ તેનો જીવ બચાવે છે.