ગરબા લવર્સ માટે ખરાબ સમાચાર, આયોજકોએ લીધો મોટો નિર્ણય, શું આ વર્ષે પણ નવરાત્રી થશે કેન્સલ?

News & Updates

રાજ્યમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે કે નહીં તેને લઇને હાલ સૌ કોઇ મુજવણ માં છે. એવામાં બીજી બાજુ ગુજરાતની સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા શું નવી સરકાર નવરાત્રિને લઇને મંજૂરી આપશે કે કેમ તેને લઇને હાલ ગરબા આયોજકોમાં ઉત્સાહ છે.

ત્યારે નવરાત્રિની પૂર્વે અમદાવાદના ગરબા રસીકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જો કે આ વર્ષે પણ અમદાવાદમાં કોરોના મહામારીના કારણે રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરવામાં આવે.

જો સરકાર છૂટ આપશે તો પણ નવરાત્રિ નહીં યોજવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર ગરબાના ખેલૈયાઓ માટે માઠા છે.

આ વખતે પણ ખ્યાતનામ ક્લબોમાં નવરાત્રિ નહીં યોજવામાં આવે. માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન આવી છે. મોટા ભાગની ક્લબોમાં આ વર્ષે પણ નવરાત્રિ યોજવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકાર વખતે નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યાં હતાં. રૂપાણી સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવા માટેની મંજૂરી આપી દીધી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના અપાઇ હતી.

મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત દયનીય બની હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.