આ નવી ટેકનોલોજીના કારણે હવે મહિલાઓનું માસિક બંધ થઇ ગયું હશે તો પણ બની શકશે માતા.. જાણો એના વિશે..

સહિયર

આજના જમાનામાં લગ્ન પછી પણ મહિલાઓ પોતાના કરિયર પર વધારે ફોકસ કરતી હોય છે અને જેના કારણે મહિલાઓને બાળકને જન્મ આપવા બાબતે ઘણું સાંભળવું પડતું હોય છે. જોકે, હવે એવી નવી ટેકનોલોજી આવી ગઇ છે જે મહિલાનું માસિક બંધ થઇ ગયું હશે તો પણ તે બાળકને જન્મ આપવા માટે મહિલા સક્ષમ બની શકે છે.

સામાન્ય રીતે ભારતમાં મહિલાઓને બાયોલોજિકલ ક્લોકને આધાર રાખીને વહેલા એક ઉંમર પછી મહિલાના શરીરમાં બાળકને જન્મ આપવા માટે જરૂરી એગની શક્તિમાં ઘટાડો થઇ જાય છે. એ પછી મહિલા માટે બાળકને જન્મ આપવો મુશ્કેલ બને છે.

આવી સ્થિતિમાં એગ ફ્રીઝિંગ ટેકનોલોજીની મદદથી મહિલા પોતાના હેલ્થી એગને સુરક્ષિત રાખી શકશે અને પછી પણ માતા બનવાની ઇચ્છા થાય ત્યારે તેનો ઉપયોગ કરીને મહિલા માતા બની શકે છે. જેમાં મહિલાને કોઇ જ પ્રકારની સમસ્યા કે તકલીફ આવતી નથી. તો ચાલો અમે તમને જણાવી દઈએ એગ ફ્રીઝિંગ ટેકનોલોજી શું છે અને તે કેવું કામ કરે છે ?

એગ ફ્રીઝિંગ ની અમુક બાબતો :- વિશેષજ્ઞ મુજબ અનેક વખત એવું પણ બને છે કે, જો કોઈ મહિલા એગ ફ્રીઝ કરાવે છે પરંતુ તે જીવીત નથી રહેતી ત્યારે તેમના પરિવારના લોકો તે એગનો ક્લેમ કરવા આવે છે. કેન્સરના દર્દી મહિલાઓ હોય તો તેની અનેક વખત કાઉન્સિલિંગ પણ કરવાની જરૃર પડે છે. જેમાં ખાસ કરીને એ મહિલાઓ જેમની ઉંમર ફક્ત ૧૦ થી ૧૨ વર્ષ જેટલી જ વધી હોય છે.

એવામાં ગર્ભ ધારણ કરવો તેમના માટે યોગ્ય સમય હોતો નથી. કારણ કે જન્મ પછી બાળકની સંભાળ અને એને મોટા કરવાનો પણ સવાલ ઊભો થાય છે. તેમ છતાં ઘણી મહિલાઓ સિક્યુરિટી માટે એગ ફ્રીઝ કરાવતી હોય છે. કેટલાક કેસમાં એગ ફ્રીઝ કરાવ્યા પછી પાંચ થી છ વર્ષમાં એ મહિલા સામાન્ય રીતે જ ગર્ભ ધારણ કરતી હોય છે. એવામાં ફ્રીઝ કરેલા એગની કોઇ જરૂરિયાત રહેતી નથી.

ઓવરીઝ અને યૂટરસની કામગીરી :- મહિલાના શરીરમાં ઓવરીઝ અને યૂટરસ આવેલ હોય છે. ઓવરીઝનું મુખ્ય કામ બાળકને જન્મ આપવા માટે જરૂરી એગ્સ બનાવવાનું હોય છે. ઓવરીઝમાં દર મહિને એક એગ બનતું હોય છે. જે મહિલાના માસિકના ૧૨ થી ૧૪ દિવસમાં ઓવ્યુલેટ થતું હોય છે. પરંતુ આ સમયે જો એગ પુરુષના સ્પર્મથી ફર્ટિલાઇઝ થાય તો મહિલા ગર્ભવતી બની શકે છે.

ફર્ટિલાઇઝેશન પછી મહિલાના શરીરમાં યૂટરસનું કામ શરૂ થતું હોય છે. યૂટરસમાં દર મહિને એક લાઇનિંગ બને છે, જેને અંડોમેટ્રિયમ કહેવામાં આવે છે, જેમાં ભ્રુણ બને છે અને તે ધીમે ધીમે મોટું થાય છે. પરંતુ જો મહિલા ગર્ભવતી ન થાય તો ઓવરીઝ દ્વારા તૈયાર કરેલા આવેલા એગ યૂટરસની આ લાઇનિંગમાં ડિસોલ્વ થઇ જાય છે, જેના ૧૨ થી ૧૪ દિવસમાં આ લાઇનિંગ ખરી જાય છે અને તે મહિલાના શરીર માંથી બહાર નીકળી જાય છે. જેને માસિક કહેવામાં આવે છે.

ફ્રીઝ કરેલા એગને વર્ષો સુધી સાચવી શકાય :- એગ ફ્રીઝિંગમાં ઓવ્યુલેશન સમય દરમિયાન મહિલાના શરીરમાં તૈયાર કરવામાં આવેલા એગને શરીર માંથી કાઢીને એગ ને ફ્રીઝ કરવામાં આવે છે. જે ઘણા લાંબા વર્ષો સુધી સુરક્ષિત રાખી શકાય છે. એગને ક્વોલિટિમાં ફ્રીઝ કરવામાં આવે પછી કોઇ જ ફરક પડતો નથી તે સંપૂર્ણ પણે જળવાઇ રહે છે, જેનો ઉપયોગ કરી મહિલા જ્યારે પણ માતા બનવા માનસિક રૂપથી તૈયાર હોય ત્યારે માતા બની બાળકને જન્મ આપી શકે છે.

આ રીતે એગને ફ્રીઝ થાય છે :- એગને ફ્રીઝ કરવાની પ્રોસેસ આઇવીએફ ની જેમ જ હોય છે. માસિકનો બીજો દિવસ હોય ત્યારથી મહિલાને ઓવ્યુલેશન ઈન્ડયૂસ કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવે છે. જે પછી અલ્ટ્રાસાઉંડથી તપાસીને ફોલિકલની ચકાસણી પણ કરવામાં આવે છે. એગ રિટ્રાઇવ ૯ થી ૧૨ દિવસમાં તૈયાર થઇ જાય છે. જે પછી મહિલાને એચસીજી ઇન્જેક્શન આપવામાં આવે છે. જેનાથી એગ મહિલાના શરીર માંથી કાઢવાથી મેચ્યોર થઇ જાય છે.

ઇન્જેક્શન આપ્યાના ૩૬ કલાક સુધીમાં મહિલાને એનેસ્થેસિયા આપીને એગ કાઢવામાં આવે છે. જેને કલ્ચર કરીને ચકાસણી કર્યા પછી જ હેલ્થી એગને લેબમાં ફ્રીઝ કરવામાં આવે છે. વિશેષજ્ઞ મુજબ કહેવામાં આવે તો એક યુવતીની ઓવરીઝમાં કેટલા એગ બનશે તે તેના જન્મ પહેલાથી જ નક્કી થઇ જાય છે. અવિકસિત એગને ઉસાઇટ્સ કહેવાય છે. ફ્રીઝીંગ કેમ કરાવવામાં આવે છે?