તારક મહેતાના નટ્ટુ કાકા ની હાલત કેન્સર પછી થઇ ગઈ છે આવી, હાલની તસ્વીરો જોઇને ચાહકોને આવી ગયા ટેન્સનમાં, જુઓ તસ્વીર 

મનોરંજન

નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક બધી મુશ્કેલીઓ પછી પણ દિલેર છે. તે 77 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યે સમર્પિત છે અને તેના ચાહકોનું ઘણું મનોરંજન કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાકીના સ્ટાર્સ ની જેમ ઘનશ્યામ નાયક પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

વર્ષોથી ઘનશ્યામ પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી રહ્યા છે. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકને આ વર્ષની શરૂઆતમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું.

77 વર્ષીય અભિનેતાને આ રોગની સારવાર આપવામાં આવી રહી છે અને તે દર મહિને કીમોથેરાપીમાંથી પસાર થઈ રહ્યો છે.  તાજેતરમાં, TMKOC ફેન પેજે શોના સેટ પરથી અભિનેતાની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by tmkoc fan❤️❤️❤️ (@tmkoc_scenes)


તસવીરોમાં, અભિનેતા નબળો દેખાય છે અને તેના ચહેરાની એક બાજુ ફૂલી ગઈ હોય તેવું લાગે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અભિનેતાના ગળામાં ગાંઠ થય હતી. તેમણે આ માટે સર્જરી પણ કરાવી હતી. જો કે, આ વર્ષે એપ્રિલમાં, તેને તેના ગળામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તે કીમોથેરાપી લઈ રહ્યો છે.

તેમના કેન્સરના સમાચારને તેમના પુત્ર વિકાસે સમર્થન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં ઘનશ્યામના પુત્ર વિકાસએ જણાવ્યું હતું કે પાંચ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક ફોલ્લીઓ જોવા મળ્યા હતા,

ત્યારબાદ તેમણે આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઘનશ્યામના પુત્રએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં ગળાનું પોઝિટ્રોન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે રોગની જાણ થઈ હતી. આ ફોલ્લીઓના કારણે તેને કોઈ સમસ્યા નહોતી.