મોટાભાગના લોકો નારિયેળ તેલનો ઉપયોગ માત્ર માથામાં માલિશ કરવા માટે કરે છે. નારિયેળનું તેલ પ્રાકૃતિક છે અને તેમાં કોઇ હાનિકારક રસાયણ હોતા નથી. નારિયેળનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. નારિયેળ તેલમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હાજર હોય છે,
આ સાથે જ તેમાં કેલરીની ખૂબ જ ઓછી માત્રા મળી રહે છે જેનાથી તમારી ભૂખ હંમેશા કંટ્રોલમાં રહે છે. આજે અમે તમને દાંત ને ચમકદાર બનાવવા માટેના સરળ ઉપાય વિશે જણાવીશું..
વ્યસ્ત જીવનમાં તમારા દાંતની સંભાળ રાખવી તમારા માટે મુશ્કેલ બની જાય છે. તમે ઇચ્છો તો નારિયેળના તેલથી તમારા દાંતની સંભાળ ખૂબ જ ટૂંકા સમયમાં લઈ શકો છો. ચાલો જાણીએ કે નાળિયેળ તેલથી તમારા દાંતને ચળકતા કેવી રીતે બનાવી શકાય છે.
દાંતને સારી રીતે રાખવા ઉપરાંત, લૌરિક એસિડ માનવ શરીરમાં વિવિધ કાર્યો કરે છે. લોરીક એસિડ દાંતમાં હાનિકારક બેક્ટેરિયા, ફૂગ અને વાયરસનો નાશ કરવામાં મદદ કરે છે. પ્રકૃતિથી સમૃદ્ધ, નાળિયેળ તેલમાં કેલરી, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને લૌરિક એસિડ વધુ હોય છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાળિયેરનું તેલ દાંતમાં રહેલા હાનિકારક જંતુઓનો નાશ કરવામાં પણ મદદ કરે છે. નાળિયેળ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો, નારિયેળ તેલની એક મોટી ચમચી મોંમાં નાખીને અને ૧૦-૧૫ મિનિટ સુધી કોગળા કરો.ગળી જશો નહીં.પછી તમારા દાંત સાફ કરો. જો તમે તેને દરરોજ સવારે નાસ્તા પછી કરો છો તો તમને ફાયદો થશે.
પીળા દાંત સફેદ કરવા માટે
તમારા દાંત માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે. તેથી, આ રેસીપી તમને ઉપયોગ કરવાની સલાહ આપશે. આ રેસીપી ફાયદાકારક છે તમારા આખા સ્વાસ્થ્ય માટે. આ રેસીપીમાં, તમને વિટામિન્સ અને પોષણથી ભરેલા સારા આહાર મેળવી શક્શો.
શરીરમાં પોષણની અછત અથવા કેલ્શિયમની અછતને કારણે દાંતમાં પીળો રંગ આવે છે. આવી સ્થિતિમાં, ભલે પછી ગમે એટલી તમે ટીપ્સ અથવા ઉપાય કરો, પરંતુ તમારા દાંત સફેદ નહીં થાય. તેથી તમારે ખાતરી કરવી પડશે કે તમે આહારમાં વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર આહાર લેશો.