વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને જો જીવનમાં અપનાવવામાં આવે તો ઘણી સમસ્યાઓ દુર રહે છે. ઘરમાં નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા હોવાના ઘણાં કારણો હોઈ શકે છે. ઘર માં પોઝિટિવ એનર્જી લાવવા માટે કેટલાક ઉપાય કરવા પડે છે. આ અંગે વાસ્તુ માં દર્શાવવામાં આવેલા અમુક ફેરફાર કરવા જોઈએ, જેથી તમારા ઘરમાં પ્રવેશતી નેગેટીવ ઉર્જા અટકી શકે છે.
ઘરની આસપાસ ના સ્થાન પર ક્યાંક નકારાત્મક ઉર્જા હોય તો જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે. પરિવારમાં અશાંતિ બની રહે છે. તકરાર વધે છે અને ઘરમાં રહેવુ મુશ્કેલ થઇ જાય છે. આર્થિક સમસ્યા પણ વધે છે.
ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ને દૂર કરવી ખુબ જ જરૂરી બની જાય છે. જેથી વાસ્તુશાસ્ત ની મદદ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર માં કેટલાક કાર્ય બતાવવામાં આવ્યા છે, જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સકારાત્મક ઉર્જા વધી જાય છે. પરેશાની તકલીફો દૂર થાય છે. આજે અમે તમને જણાવી દઈએ કે નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જાને સંચાર કરવાના વાસ્તુના અમુક ઉપાય.
દવાઓ નકારાત્મક ઉર્જા પ્રસરાવે છે. બીજી બાજુ રસોડું એ પોઝીટીવ ઉર્જા ધરાવતું આરોગ્ય નું જનક છે. દવાઓ રસોડામાં રાખવાથી રસોડાની પોઝિટીવ ઉર્જા અને દવાઓની નકારાત્મક ઉર્જાનો ટકરાવ થશે અને ઘરના તથા પરિવાર ના સ્વસ્થ્ય ઉપર અની વિપરિત અસર પડી શકે.
ઘરમાં નકારાત્મકતા બની રહેતી હોય, તો તેને દૂર કરવા માટે તમારા ઘરના એક ખૂણા માં કપૂર સળગાવવું જોઈએ, જેનાથી તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તેની સુગંધ તમારા ઘર અને આજુ બાજુમાં સકારાત્મક ઉર્જા બની રહેશે. કપૂર સળગાવવાથી હવામાં રહેલા જીવ જંતુઓનો નાશ થાય છે.
વાસ્તુમાં રંગોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એટલા માટે ઘર માં રંગો પર ધ્યાન આપવુ જરૂરી છે. ઘર માં હંમેશા હળવા અને આછા રંગો નો ઉપયોગ કરવો. એવા રંગ વાપરવા જે આંખોમાં ખુંચે નહી, વાસ્તુ અનુસાર, ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં બ્લુ કે વાદળી રંગનો ઉપયોગ કરવો. પૂર્વ દિશા માં લીલો રંગ લગાવવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં બની રહે છે..
ઘરના બધા સ્થાન માં નકારાત્મક ઉર્જા ને દુર કરવાના અને પોઝીટીવ ઉર્જા પ્રસરાવવા ના ઉપાય કરવાની સાથે સાથે આપણા શરીર માં પણ નકારાત્મક ઉર્જા પ્રવેશી હોય તો એને દુર કરવી અને શરીરમાં ભરપુર પોઝીટીવ ઉર્જા ભરવી જરૂરી બને છે. એ માટે રોજેરોજ દિવસના કોઈપણ નિરાંતના સમયમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી ધ્યાન કરવું.
ઘરમાં કે બાથરૂમ માં ટોયલેટ ના દરવાજા હંમેશા બંધ રાખવા. આ જગ્યા પર સાફ સફાઇ ની વિશેષ કાળજી રાખવી. જ્યારે પણ સ્નાન કરો કે બાથરૂમ માં કોઇ કામ ન હોય ત્યારે ભીનાશ કે ભેજ ન રહે તે વાતની ખાસ કાળજી રાખવી. પાણી વાળું બાથરૂમ અશુભ કહેવાય છે.