ઘણીવાર આપણે આપણા નખને સુંદર બનાવવામાં વ્યસ્ત હોઈએ છીએ પરંતુ તેમાં થતા ફેરફારો પર વધારે ધ્યાન નથી આપતા. પરંતુ શું તમે જાણો છો કે તમારા હાથના નખમાં તમારા સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું હોય છે. શરીરની કોઈ વિટામીનની ઊણપ હોઈ શકે છે, તેના કારણે પણ નખમાં ફેરફાર થતા જોવા મળે છે.
જો તમારા નખનો રંગ પણ બદલાઈ રહ્યો હોય તો તમે તરત જ સમજી જવું કે ક્યાંક કંઇક તો ખોટુ થઇ રહ્યું છે. આપણા શરીરના કેટલાક અંગો આપણા સ્વસ્થ હોવા તરફ પણ ઈશારો કરતા હોય છે. શરીરની આવી જ એક નિશાની આપણા હાથ અને પગમાં રહેલા નખ આપે છે.
કેટલાક એવા સંકેતો શરીરમાંથી મળે છે જેના દ્વારા આપણને કઈ બીમારી છે તે પણ જાણી શકાય છે અને કઈ મોટું નુકશાન થતા પહેલા જ ડોક્ટરની સલાહ લઇ શકાય છે. આજે અમે તમને નખના રંગ પરથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ કે નખના રંગથી તમને કઈ બીમારીથી દુઃખી હોવાની સંભાવના છે.
અમે તમને જણાવી દઈએ કે ઘણા લોકોને નખ નીકળી ગયા પછી બીજો નખ આવતો નથી, તેની પાછળ પણ આ અર્ધચન્દ્રની નિશાની જ રહેલી છે. નખની ઉપર રહેલો આ અર્ધચન્દ્ર એટલો બધો નાજુક હોય છે કે એ ભાગમાં જો થોડું પણ વાગી પણ જાય તો પીડા થતી હોય છે.
આપણા નખ દિવસેને દિવસે લાંબા થતા જાય છે, પણ આ અર્ધચન્દ્રની નિશાની એટલી જ રહે છે. જો ભૂલથી પણ તમારા નખના એવા ભાગમાં વાગી જાય અને એ નિશાની નીકળી જાય તો પછી ક્યારેય તમને નવો નખ આવતો જ નથી, કારણ કે આર્ધચન્દ્ર જ નખનું મૂળ છે.
જો નખ ઉખડે ત્યારે એ ભાગ બચી ગયો હોય તો તમને નવો નખ આવી શકે છે. ડોકટરોનું એવું માનવું છે કે બંને હાથમાં જો નખની અંદર આ અર્ધચન્દ્રની ૮ નિશાનીઓ જોવા મળે તો વ્યક્તિ એકદમ સ્વસ્થ છે. મોટાભાગે આંગળીઓની અંદર આ નિશાની ખુબજ ઓછી દેખાય છે, પરંતુ અંગુઠાના નખમાં આ એકદમ સ્પષ્ટ દેખાય છે.
જો નખની અંદર રહેલો આ અર્ધચંદ્ર એકદમ નાના કદનો હોય તો તમને પેટ સંબંધી સમસ્યા રહેતી હોય છે. ઘણીવાર તમે કોઈ વૈદ્યને તમારો હાથ બતાવો છો, ત્યારે તે તમારો હાથ જોઈને તમને આ વાત જણાવી દે છે, પરંતુ એમાં કોઈ મોટું કારણ નથી. એ તમારા આ અર્ધચન્દ્રની નાની નિશાની જોઈને જ તમને પેટની સમસ્યા છે. એવું જણાવતા હોય છે.
જો તમારા નખમાં આ અર્ધચન્દ્ર થોડો પણ ના દેખાતો હોય તો તમારામાં લોહની ઉણપ છે અથવા તો લોહી સંબંઘી કોઈ સમસ્યા પણ થઇ શકે છે. જે વ્યક્તિના હાથમાં આ નિશાની એકદમ સ્પષ્ટ દેખાઈ રહી છે, તો તે વ્યક્તિ એકદમ ઉર્જાવાન અને ખુશ સ્વભાવના હોય છે. જેને આ નિશાની વધારે સફેદ દેખાઈ રહી ન હોય. એવા લોકો નિરાશાજનક હોય છે.
જો નખમાં આ નિશાની સફેદના બદલે પીળા કે ભૂરા રંગની જોવા મળે, તો તમને ડાયાબિટીસની બીમારી થઇ શકે છે. નખમાં રહેલો અર્ધચંદ્ર જો લાલ રંગનો જોવા મળે તો તમને હૃદય સંબંધી કોઈ બીમારી પણ થઇ શકે છે.
કદાચ કોઈ એવી વસ્તુ વધારે સમય સુધી હાથમાં નખની આસપાસ પકડી રાખવામાં આવે તો તેના કારણે પણ આ અર્ધચન્દ્રનો રંગ બદલાતો હોય છે. પરંતુ જો તમને હંમેશા આ રંગની નિશાની દેખાઈ રહી હોય તો બીમારીનું નિવારણ શોધતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.