તારક મહેતાની બબીતા ફેમ મુનમુન દત્તા વિરુદ્ધ FIR દાખલ થતા ધરપકડ, 4 કલાક પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ….

તાજેતાજુ

ટેલિવિઝનના લોકપ્રિય ફેમિલી ડ્રામા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતા જી’નું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા જબરદસ્ત હેડલાઈન્સમાં રહે છે. મુનમુન તેના સંબંધોને લઈને ટ્રોલ થઈ છે. અભિનેત્રી ગયા દિવસે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ અનુસાર ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઈ. અભિનેત્રીને કસ્ટડીમાં લીધા બાદ તેની 4 કલાક પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી.

મુનમુનની ધરપકડ તેની સામે SC-ST એક્ટ હેઠળ દલિત સમાજ પર ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસ હેઠળ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 13 મે, 2021ના રોજ મુનમુન દત્તા વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો . અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે એક એવો શબ્દ વાપર્યો હતો જેનાથી SC/ST સમુદાયના લોકોને ઘણું દુઃખ થયું હતું. અભિનેત્રી વિરુદ્ધ SC/ST એક્ટની બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

હરિયાણાના હાન્સીમાં નેશનલ એલાયન્સ ફોર દલિત હ્યુમન રાઈટ્સના કન્વીનર રજત કલસન દ્વારા મુનમુન દત્તા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ એફઆઈઆર આઈપીસીની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી છે. તેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમનો પણ સમાવેશ થાય છે. અભિનેત્રી વિરુદ્ધ IPCની કલમ 153A, 295A અને SC/ST એક્ટની કલમ 3(1)(R), 3(1)(S) અને 3(1)(U) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ કલમો બિનજામીનપાત્ર છે.

કેસ નોંધાયા બાદ મુનમુન દત્તાએ સુપ્રીમ કોર્ટમાં જઈને અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2021ના રોજ આ અરજીને ફગાવી દીધી હતી. તે જ સમયે, અભિનેત્રી તેના અપમાનજનક શબ્દો માટે માફી માંગતી પણ જોવા મળી હતી.

અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘આ મેં ગઈકાલે પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે, જેમાં મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. અપમાન, ધમકાવવા કે કોઈની લાગણી દુભાવવાના ઈરાદાથી ક્યારેય એવું કહેવામાં આવ્યું ન હતું.