કિશન ભરવાડ હત્યા કેસ માં આંતક ફેલાવનાર મૌલાના એ બનાવી હતી SOP, અને જાણો કઈ રીતે કરાવતો હતો હત્યા…

તાજેતાજુ

ધંધુધાના કિશન ભરવાડે કરેલી ધર્મને લગતી ટીપ્પણી આટલુ મોટુ સ્વરૂપ ધારણ કરશે અને તેમાં તેનો જીવ જશે તેની કોઈને પણ કલ્પના નહીં હોય, પણ આ હત્યાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાય છે.

રાજયના નાના મોટા શહેરોમાં ધરણા અને પ્રદર્શન કરી વિરોધ થઇ રહ્યા છે. બીજી તરફ આ મામલે ગુજરાત એટીએસ સહિત વિવિધ એજન્સીઓ તપાસ એજન્સીની કામે લાગી ગઈ છે.

ધંધૂકામાં 25 જાન્યુઆરી, 2022ના રોજ કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરાઇ હતી. આ હત્યા બાદ 28 જાન્યુઆરીએ હત્યારા આરોપી શબ્બીરની ધરપકડ કરાઈ હતી . શબ્બીરની પૂછપરછમાં બે મૌલાનાના પણ સામે આવ્યા હતા.

જેને પગલે અમદાવાદનો મૌલાના ઐયુબ અને દિલ્હીનો મૌલાના કમર ગની ઉસ્માનીને પકડી લેવાયા આવ્યા હતા. ત્યાર બાદ ATSએ કમર ગની ઉસ્માનીની કડક પૂછપરછ હાથ ધરી છે, જેમાં નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે.

કમર ગની લીગલ વાતોના નામે અનેક લોકોને ગેરમાર્ગે દોરવા માટે એક પદ્ધતિ સરની SOP બનાવી હતી. મૌલાના કમર ગનીની પૂછપરછ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી NIAઅને સેન્ટ્રલ IB પણ અમદાવાદમાં જોડાય છે.

આંતક ફેલાવનાર મૌલાના કમર ગનીની SOP માં આ બાબતો ધ્યાન રાખવામાં આવતી: સો. મીડિયામાં ધર્મ વિરુદ્ધ હોય તેને શોધી ડિટેલ મેળવવી ; સંર્પકમાં આવતા યુવાઓની વિચારધારાની ખરાઈ કરવી ; ટીમ બ્લાઇન્ડલી ફોલો કરતા લોકોને મળાવી આપતી ; ધર્મ વિરુદ્ધ કૃત્ય કરનારને સબક શિખવાડવા ઉશ્કેરવા કામ કરવા તૈયાર થાય તેનો લીગલ ટીમ સાથે સંપર્ક કરાવવો ; એકબીજાને મદદ કરવા માટે સમજાવવા ; હથિયારો-ફૂડ વિનામૂલ્યે પૂરાં પાડવા સહિતની મદદ કરવી.