જો મોં માં જોવા મળે આ પ્રકારના લક્ષણો, તો તે હોઈ શકે છે કેન્સરના પ્રારંભિક લક્ષણો, જાણો..

સ્વાસ્થ્ય

આજના સમયમાં દરેક વ્યક્તિની વ્યસ્તતા વાળી જીવનશૈલી થઈ ગઈ છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. સમયની સાથે સાથે લોકો અનેક પ્રકારના રોગોથી પીડાઈ રહ્યા છે. જો કે દરેક બીમારી ખૂબ જ જોખમી હોય છે, પરંતુ આ તમામ રોગો માંથી કેન્સર રોગ ખુબ જ જીવલેણ માનવામાં આવે છે.

લગભગ કેન્સરનું નામ આવતા દરેક લોકો ડરી જતા હોય છે. કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઇ શકે છે.  મોંનું કેન્સર પણ થઇ શકે છે, જેને ઓરલ કેન્સર પણ કહેવામાં આવે છે. ભારતમાં ઓરલ કેન્સરના મોટાભાગના ઘણા બધા દર્દીઓ જોવા મળે છે.

આનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં લોકો ગુટખા, મસાલા, પાન વગેરે મોટા પ્રમાણમાં ખાતા જોવા મળે છે. આજે અમે તમને મોં માં થતા કેન્સરના શરૂઆતી લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એના લક્ષણો વિશે.. મોઢા ની અંદર સફેદ ચાંદી અથવા નાના મોટા ઘા થવાના કેન્સરની શરૂઆત થઈ શકે છે.

મોઢાની અંદર ધોળા ધબ્બા, ઘા, લાંબા સમય સુધી રહે છે તો તે ભવિષ્યમાં મોઢાના કેન્સરની સમસ્યા બની શકે છે. જો મોઢામાંથી વધારે પડતી લાળ વહે છે અથવા લોહી મિશ્રિત લાળ મોંના કેન્સરનું લક્ષણ માનવામાં આવે છે.

કયા લોકોને કારણે થઈ શકે છે મોં નું કેન્સર :- નબળી રોગપ્રતિરક્ષા ના કારણે પણ સામાન્ય રીતે મોઢાના કેન્સરનું જોખમ થઈ જાય છે. જો મોંઢા ને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો લાંબા ગાળે  મોઢાનો રોગ અથવા કેન્સર થવાની સંભાવના છે.

જે લોકો ગુટખા, પાન, સોપારી, પાન મસાલા જેવી વસ્તુઓ ખાય છે તેમને મોઢાના કેન્સરનું જોખમ વધારે છે. બીડી, સિગારેટ, આલ્કોહોલ, ગાંજો વગેરેનું સેવન કરે છે તેમને પણ મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.

મોંના કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ :- જો તમે મોઢાના કેન્સરથી બચવા માંગો છો તો તમારે ધૂમ્રપાન અને નશાથી દૂર રહેવું પડશે. તમે તમારા મોં ને દરરોજ બરાબર સાફ કરો.  દિવસમાં બે વાર દાંત અને મોં સાફ કરવાથી તમે મોઢાના કેન્સરથી બચી શકો છો.

જો દાંત અને પેઢામાં અથવા મોઢાની અંદર કોઈ પણ પ્રકારનો પરિવર્તન જોવા મળે છે તો આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. કોલ્ડ ડ્રિંક્સ, તૈયાર વસ્તુઓ, જંક ફૂડ જેવી ચીજો ન ખાવી. જો તમે ફળો, શાકભાજી અથવા સલાડ ખાતા હોય તો પછી તેને સરખી રીતે પાણીથી ધોઈને તેને ભોજનમાં ઉપયોગમાં લેવા જોઈએ.