જાણો શું છે મેન્સ્ટ્રુઅલ કપ્સ, જેનાથી મહિલાઓને પીરીયડ્સ દરમિયાન મળે છે ખુબ જ મદદ

સહિયર

આજે પણ મહિલાઓ જાહેરમા એમના માસિકચક્ર વિશે વાત કરવામા ખચકાટ અનુભવતા હોય છે. ભારતમાં અત્યારે મહિલાઓ પીરીયડ્સ દરમિયાન સેનેટરી પેડ્સ નો ઉપયોગ કરી રહ્યા છે અને મેન્સ્ટુઅલ કપ અત્યારે કઈ વધારે લોકપ્રિય નથી. પહેલાના સમયમા મહિલાઓ દ્વારા આ માસિક સ્ત્રાવ ના સમયગાળામા કપડા નો ઉપયોગ કરવામા આવતો હતો.

આજે પણ લગભગ જ તમારા ગ્રુપમાં કોઈ એવી મહિલા હશે જે એનો ઉપયોગ કરતી જોવા મળે છે. મેન્સ્ટુઅલ કપ માં લીક થવાની સમસ્યા નથી થતી. આ પેડ્સ અને ટેમ્પુનની તુલના માં ખુબ જ વધારે સારી હોય છે.

લેન્સેન્ટ સંસ્થા માં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ કે પૂરી દુનિયા માં એની લગભગ ૧૯૯ બ્રાંડ છે જે ૯૯ દેશો માં છે, પરંતુ એની વધારે જાગરૂકતા બિલકુલ પણ નથી. આ વસ્તુ નો ઉપયોગ કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવું કે તમારે બિલકુલ પણ રીસર્ચ કર્યા વગર એનો ઉપયોગ ન કરવો.

એક અભ્યાસ અનુસાર, મેન્સ્ટુઅલ કપ ને લઈને મહિલાઓમાં જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લગભગ જ અમુક એવી વ્યક્તિ હશે જેને આ કપ્સ વિશે માહિતી હશે. આ કપ્સ લીક થતું નથી અને સુરક્ષા તેમજ એની ઉપલબ્ધતા વિશે પણ બતાવવામાં આવ્યું છે.

સર્વે ના આધાર પર પરિણામ નીકળ્યું છે અને તે મહિલાઓ સાથે વાત કરવામાં આવી, જે એને ઉપયોગ કરે છે. ગ્લોબલ લેવલ પર આ પ્રથમ મેન્સ્ટુઅલ કપનો રીવ્યુ છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એના વિશે..

જાણો મેન્સ્ટુઅલ કપ શું છે :- મેન્સ્ટુઅલ કપ નાના સીલીકોન ના બનેલા હોય છે જે વજાઇન માંથી પીરીયડ બ્લડ ભેગું કરવાનું કામ કરે છે. એને ૮-૧૦ કલાકમાં એક વાર બદલવાનું હોય છે. જેને વધારે ફ્લો થાય છે ફક્ત એ મહિલાઓએ જ જલ્દી બદલવાનું હોય છે. આ શેપ, સાઈજ અને મટીરીયલ ના હિસાબે ઘણી બધી પ્રકારના આવે છે.

મેન્સ્ટુઅલ કપની સાઈજ :- નાના કપ્સ સાઈજ મહિલાઓ માટે હોય છે, જેની ડીલીવરી નથી કરવામાં આવી નથી હોતી. ઘણી વાર ૩૦ વર્ષ થી ઓછી ઉંમરની મહિલાઓ માટે આ સાઈજ હોય છે અને એનાથી વધારે ઉંમર ની મહિલાઓ માટે મોટી સાઈજ હોય છે.

લગાવવા અને કાઢવાની રીત :- આને લગાવવા માટે પહેલા પોતાના હાથ ને સરખી રીતે ધોઈ લેવા. કોઈ લ્યુબ્રિકેટ ટ્યુબ અથવા પાણી ને કપ ની રીમ પર લગાવી દેવું. આ કપને ફોલ્ડ કરીને રીમ સાઈડ ણે ઉપરની તરફ રાખવું અને એને વજાઈના માં મુકવું.

એ પછી એને રોટેટ કરવું, જેથી કપ ખુલી જશે. જો આ સરખી રીતે લગાવવામાં આવે તો તે બિલકુલ પણ સમસ્યા નહી આપે. આનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર સાથે જરૂર વાત કરી લેવી.

કેવી રીતે સાફ કરવું? :- આ કપ્સ ૬ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. એટલા માટે એને યોગ્ય રીતે સાફ કરવું ખુબ જ જરૂરી છે. તેથી ટ્યુટોરીયલ જોવામાં આવે છે. નોર્મલ ડીટર્જન્ટથી સાફ ન કરવું. એની સાથે વજાઇન માટે પણ વોશિંગ આવે છે, જેનો ઉપયોગ કરી શકાય છે. મેન્સ્ટુઅલ કપ્સ ખુબ જ વધારે સુવિધાજનક હોય છે.