ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડે રાખે છે અને સતત પ્રેમ વરસાવતું રહે છે.છેલ્લા એપિસોડમાં તમે જોયું કે માયા તેં સમયે ખુબ જ ઇમોશનલ થઈ જાય છે અને અનુજને ગળે લગાડે છે અને રડવા લાગે છે.
તે કહે છે કે તેને ઘણા પુરુષો જોયા છે જેઓ તેમના હાથ સ્ત્રીઓ પર ઉઠાવા ઉઠે છે પણ તેને પેહલો એવો પુરુષ જોયો કે જેનો હાથ કોઈ સ્ત્રી પર ઉપાડેલો હાથને રોકવા માટે ઉઠ્યો છે..તેં અનુજને થૅન્ક્સ કહે છે પણ તેને ગળે લગાડતી રહે છે.દરમિયાન, તે અનુજને ગાલ પર કિસ પણ કરે છે પરંતુ અનુજ તેને દૂર દૂર કરી દે છે. માયા કહે છે કે આ ભૂલથી થયું છે,પ્લીસ તેને ભૂલથી પણ મિસઅંડરસ્ટેન્ડ ન કરતા…
કાવ્યા અને વનરાજ વચ્ચે થશે જોરદાર લડાઈ..
આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા ખુશીથી અનુજ અને છોટીના આવવાની રાહ જોઈ રહી છે. તે બંને માટે સારું ભોજન બનાવે છે અને પોતે પણ એકદમ સરસ કપડાં પેહરી સજી ધજીને અનુજના કપડાં સાથે વાત કરે છે. બીજી તરફ, કાવ્યા બધાને ચોંકાવી દેશે કારણ કે તેણે તેના એક્સ પતિ અનિરુદ્ધને ઘરે બોલાવ્યો છે.
View this post on Instagram
કાવ્યા તેને મળીને આનંદથી કૂદી પડે છે અને બા અને વનરાજના તેને જોઈને જાણે હોશ જ ઉડી જાય છે. કાવ્યા અનિરુદ્ધ સાથે પ્રેમથી વાત કરે છે અને તેના માટે કોફી પણ બનાવે છે.જ્યારે કાવ્યા અનિરુદ્ધના બિઝનેસનાં વખાણ કરે છે,
ત્યારે વનરાજ ચિડાઈ જાય છે અને કહે છે કે તમને તેને ઘરે બોલાવવામાં શરમ નથી આવતી???. ત્યારે અનિરુદ્ધ તેને અટકાવે છે અને કહે છે કે ભલે તે મારી પત્ની નથી, તે હજી પણ તેં મારી ફ્રેન્ડ છે. તમે મારા મિત્ર સાથે આ રીતે વાત ન જ કરી શકો..
વનરાજ અનુજને પ્રશ્ન કરશે..
વનરાજ કાવ્યાને કહે છે કે જો તમે બા બાપુજીની સામે તારી એક્સ સાથે વાત કરવામાં શરમ નથી આવતી, તો તમને મારા ઘરમાંથી કાઢી મૂકે..કાવ્યા કહે છે કે અનુપમા પણ આ બધું કરે છે તો પછી કેમ કોઈને વાંધો નથી??તે વનરાજને કહે છે કે તમે તમારી બા પર જ ગયા છો, જે બેવડા ચહેરાવાળી છે અને દરેક સમસ્યામાં અનુપમાને ઈચ્છે છે અને તેની પત્નીને નહીં.
અને જ્યારે વનરાજ અનુપમા સાથે વાત કરીને તેનું મન હળવું કરી શકે છે તો હું કેમ નહીં.??આવનારા એપિસોડમાં, કાવ્યાને એક એવી હિંટ મળશે કે માયા અનુજનાં પ્રેમમાં છે અને માયા પોતે પણ તે જ કબૂલ કરશે.જે બાદ વનરાજ તેના કેરેક્ટર પર સવાલ ઉઠાવશે.