માયા છોટીને લઈને કાપડિયા હાઉસમાંથી લેશે વિદાય, અનુપમા અને અનુજે મળીને કર્યું નક્કી…

મનોરંજન

ટીવી શો અનુપમાના આજના 4 માર્ચના એપિસોડમાં તમે માયા અને અનુપમાને સામસામે આવતા જોશો. અનુપમા બધાની સામે માયાને સવાલ કરશે અને તે દરમિયાન લીલા અને વનરાજ અનુજને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરશે.માયા ખુલ્લેઆમ બધાને કહેશે કે તે અનુજના પ્રેમમાં છે અને અનુપમા આ સાંભળીને ચોંકી જશે.

માયા અનુપમાના સવાલોના જવાબ આપશે..

માયા કહેશે કે અનુજે તેનું સન્માન કર્યું, તેનું રક્ષણ કર્યું અને તેના માટે તે બધું કર્યું જે તેના માટે પહેલાં કોઈ અન્ય પુરુષે કર્યું ન હતું. અનુપમા બધાની સામે માયાને ખુબ જ ઠપકો આપશે.પરંતુ અનુજ કાપડિયા પર પણ સવાલો ઉઠશે કે તેને આખરે અનુપમાને આ વાત કેમ જણાવી?? પિકનિક દરમિયાન જે બન્યું હતું તે તેણે અનુપમાથી કેમ છુપાવ્યું??

માયાએ આખી વાતને જ જુદી દિશામાં ફેરવી નાખી..

અનુજ કાપડિયા પ્રશ્નોના જવાબ આપે તે પહેલા માયા મામલાને જુદી દિશામાં ફેરવશે.માયા વનરાજ શાહને પૂછશે કે શું તેને ખબર છે કે અનિરુદ્ધ કાવ્યા સાથે નવું જીવન શરૂ કરવા માંગે છે?? વનરાજ આ સાંભળીને ચોંકી જશે. દલીલ સંપૂર્ણપણે અલગ વળાંક લેશે, અને એપિસોડ સમાપ્ત થશે..

કાપડિયા મેંશન માંથી માયાને કાઢી મુકવામાં આવશે..

શોના પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનુજ કાપડિયા અને અનુપમા હવે માયા પર ભારી પડશે. તેઓ સાથે મળીને માયાને તે ઘર છોડવા કહેશે. આ સમયે, માયા ફરી એક નવી યુક્તિ રમશે અને કહેશે કે તે કાપડિયા હાઉસ છોડી દેશે, પરંતુ છોટીની સાથે!! તે કહેશે કે તે છોટીની જૈવિક માતા છે અને કોઈ કાયદો છોટીને તેની પાસેથી કોઈ પણ છીનવી શકે નહીં..