ટીવી દુનિયાની સૌથી ફેમસ સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે જે દર્શકોને શો સાથે જોડી રાખે છે અને સતત પ્રેમ વરસાવતું રહે છે. છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે બા અનુપમાની સામે ઝોળી ફેલાવીને તેને તેની સાથે જવા માટે વિનંતી કરે છે અને ભીખ માંગે છે.
અનુજ અનુપમાને ત્યાં જવા દેવા માંગતો નથી પરંતુ એકવાર અનુપમા ત્યાં જવા માટે રાજી થઈ જાય છે, અનુજને આ ગમતું નથી.આવનારા એપિસોડમાં માયા અનુજની નજીક જવાનો પ્રયત્ન કરશે અને અનુજ અનુપમાથી દૂર થઈ જશે.
માયા પોતે અનુપમાની બેગ પેક કરશે અને તેને ઘરની બહારનો રસ્તો બતાવશે
આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા છોટી પાસે જાય છે અને માફી માંગે છે કે ફરી એક વાર તેને છોડીને જવું પડશે. અનુપમા કહે છે કે હું તોશુની માતા છું તેમ તારી માતા પણ છું જ.. જતા પહેલા અનુપમા છોટીની બાજુમાં લવ યુ લખે છે અને અનુજ માટે એક નોટ પણ લખે છે.
માયા આ બધું જુએ છે અને અનુપમાને કહે છે કે તે બધું સંભાળી લેશે. માયા પોતે અનુપમાની બેગ પેક કરે છે અને તેને ત્યાંથી શાહ હાઉસે જવાનુ કહે છે. અનુપમાએ છોટી માટે લખેલી પ્રેમ ભરી નોટ પણ માયા ભૂંસી નાખે છે.અનુપમા અનુજને કહે છે કે તે જઈ રહી છે. અનુજ હા અને હા માં જવાબ આપે છે પણ તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાય છે.
બાપૂજી બરોબર બા નોં ક્લાસ લેશે.
બાબુજી અનુપમાને શાહ હાઉસે જોઈને ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમે કેમ આવ્યા છો?? આ સ્ત્રી આજે તને હાથ જોડીને લાવી છે, પણ કાલે તેનો સ્વાર્થ પૂરો થયા પછી તે તને દૂર ધકેલી દેશે. બા કહે જો બધા હાથ ઉંચા કરી દેં તો મારે શું કરવું જોઈએ?? બાપુજી કહે છે કે આ બંનેતો હંમેશાથી આવા જ છે પણ તુ કેમ આવી ગઈ અહીં?? તોશુની ચિંતા છે તો તુ સવાર-સાંજ આવી જતી, પણ તું કેમ અહીં રહેવા આવી?? તારો પણ ત્યાં પરિવાર છે.
બાપુજી અનુપમાને પાછા જવાનુ કહે છે પણ બા ફરીથી તમાશો શરૂ કરે છે. બીજી બાજુ માયા હવે પોતાની માયાની જાળ બધે ફેલાવી રહી છે. તે અનુજ માટે ચા બનાવે છે અને કહે છે કે છોટીની ચિંતા ન કરો, તે બધું સંભાળી લેશે. અનુજ પણ માયાનો આભાર માને છે પણ બરખાને તે ગમતું નથી.