અનુજ ગયો અનુપમાના હાથ માંથી!! રોડ પર વચો વચ અનુજને હગ કરીને માયા કરશે કિસ.. હવે શું કરશે અનુપમા????

મનોરંજન

ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રાખે છે અને સતત પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે માયા અનુજને તેની સાથે ફરવા જવા માટે ખુબ જ ફોર્સ કરે છે, ત્યારે જ તે રસ્તામાં તેઓને એક વ્યક્તિને મળે છે, જેને જોઈને માયા નારાજ થઈ જાય છે.

તે વ્યક્તિ માયા સાથે માયા પર હુમલો કરવા જઈ રહી હોય છે, પરંતુ પછી અનુજ વચ્ચે આવીને તેને બચાવી લે છે. આગામી એપિસોડમાં, માયા અનુજને અનુપમાને તેં રાતનું સત્ય જાહેર કરવાની મનાઈ કરે છે પરંતુ અનુપમા તેમની વાતચીત સાંભળે છે અને પૂછે છે કે તેનાથી શું છુપાવવામાં આવી રહ્યું છે.

અનુપમા વનરાજને ખુબ જ ખરી ખોટી સંભળાવશે..

આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા વનરાજને ખુબ જ લડે છે…તે કહે છે કે ભૂતકાળને જોઈને ચાલીશું તો આગળના ખાડામાં પડી જઈશું અને હું મારા જીવન, પરિવાર અને મારા પ્રેમથી ખૂબ જ ખુશ છું, મારા જીવનને ખરાબ નજરથી જોવાનું વિચારતા પણ નહીં!! વનરાજ કંઈ બોલતો નથી, તે ચુપચાપ સાંભળતો રહે છે.કાવ્યા આ બધું સાંભળે છે અને કોઈને ફોન કરે છે.

 

View this post on Instagram

 

A post shared by dipti jaiswal✨ (@dipti_jaiswal.edits)


બીજી તરફ માયાનો પતિ સંપથ નામનો વ્યક્તિ તેની સાથે ખરાબ વર્તન કરે છે પરંતુ અનુજ વચ્ચે આવીને તેને માર મારે છે.સંપત કહે છે કે આ મહિલા ખૂબ જ ચાલાક છે અને તેણે ઘણા લોકોને લૂંટ્યા છે, તે તને પણ બરબાદ કરી દેશે. જેને કારણે અનુજ સંપતને ખૂબ માર મારે છે. માયા અનુજને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે ખુશ છે કે અનુજ તેના માટે લડી રહ્યો છે..

માયા અનુજને કિસ કરશે

માયા તેનાથી ઇમોશનલ થઈ જાય છે અને અનુજને ગળે લગાડે છે અને રડવા લાગે છે.તે કહે છે કે તેને ઘણા પુરુષો જોયા છે જેઓ સ્ત્રી પર હાથ ઉઠાવે છે પરંતુ તેએ પ્રથમ વખત એવા પુરુષને જોયો છે કે જેઓ સ્ત્રીઓ પર હાથ ઉપાડે છે તેનો હાથ રોકે છે.., તે અનુજને થેન્ક યુ કહે છે પણ તેને ગળે લગાડતી રહે છે.

આ દરમિયાન, તે અનુજને ગાલ પર કિસ પણ કરે છે પરંતુ અનુજ તેને દૂર દૂર કરી દે છે. માયા કહે છે કે આ ભૂલથી થયું છે, કૃપા કરીને તેને ગેરસમજ ન કરો. અનુજ માયાને તેની મર્યાદામાં રહેવાનું કહે છે. માયા અનુજને વિનંતી કરે છે કે અનુપમાને પણ આ વાત ન કહે.. તેં નહિ સમજે..