રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનિત ટીવી શો ‘અનુપમા’ સિરિયલની સ્ટોરી હાલમાં ખૂબ જ રસપ્રદ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સમાંથી પસાર થઈ રહી છે. એક તરફ, જ્યારે ‘અનુપમા’ તેના પતિ અને પુત્રીને પાછળ છોડીને શાહ પરિવારમાં તોશુની સંભાળ લઈ રહી છે, તો બીજી તરફ માયા તેમના ઘરમાં અનુજ અને નાની અનુ સહિતની આખી કાપડિયા હવેલી હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે.
શનિવારના એપિસોડમાં શું થશે?
ટીવી સીરિયલ ‘અનુપમા’ના 18મી ફેબ્રુઆરીના એપિસોડમાં તમે જોશો કે અનુપમા શાહ પરિવારમાં આવવાથી બધી જ વસ્તુઓ સારી થવા લાગી છે. તેણે ફરી શાહ પરિવાર પેહલાની માફક ગુલઝાર બનાવી દીધો છે. જેથી પરિવારમાં બધા જ ખુશ છે અને નવી હિંમત પણ તોશુમાં પાછી આવવા લાગી છે. પરંતુ બીજી તરફ, અનુજને દુઃખ થાય છે કે અનુપમાના જવાથી કાપડિયા હાઉસમાં બધું બરોબર નથી…
View this post on Instagram
જ્યાં સુધી અનુપમા પરત નહીં આવે ત્યાં સુધી સ્થિતિ વધુ ખરાબ થશે.
છોટીનો ઝુકાવ તેની અસલી માતા માયા તરફ વધી રહ્યો છે અને અનુજ કાપડિયા પણ ક્યાંક ને ક્યાંક માયા પર નિર્ભર બની રહ્યો છે. અનુજ કાપડિયાને ખરાબ લાગે છે કે અનુપમા શાહ પરિવારમાં વ્યસ્ત છે અને અહીં માયા તેની દીકરીની નજીક આવી રહી છે. આગામી એપિસોડમાં, તમે જોશો કે અનુપમા શાહ પરિવારને અલવિદા કરશે, પરંતુ જ્યારે તે પરત આવશે ત્યાં સુધીમાં કાપડિયા હાઉસમાં વસ્તુઓ ખરાબ થઈ ગઈ હશે.
શું માયા અનુપમાનો પડકાર જીતશે??
માયાએ નાની અનુ સાથે એક નવું જ કનેકશન બાંધી લીધું છે અને તે અનુજ કાપડિયાને પોતાનો પતિ માને છે.બરખા આ મામલે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ માયાનો આત્મવિશ્વાસ હવે ઘણો વધી ગયો છે.આવી સ્થિતિમાં માયાના 15 દિવસના પડકારને જીતવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. જોવાનું એ રહેશે કે શું અનુપમા ફરી એકવાર અનુજ અને છોટીની નજીક આવી શકશે?