એવું બીજ જે માથામાં ટાલની સમસ્યા કરી દેશે દુર.. જાણો એના ફાયદા..

સ્વાસ્થ્ય

ઘણા લોકોને માથામાં ટાલ પડી ગઈ હોય છે, જેના માટે ઘણા પ્રયત્ન કરે છે છતાં પણ એ સમસ્યાનો ઉકેલ મળતો નથી. એક સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 70 ટકા પુરુષો ટાલની સમસ્યાથી પીડાય છે. અને બહુ નાની ઉંમરે માથા પરથી વાળની ખરવાના કારણે ટાલિયા થઇ જાય છે. જેના કારણે તેમને વ્યક્તિત્વ અંગે પણ તે લધુતાગ્રંથિ અનુભવે છે.

માથાના વાળનો ગ્રોથ વધારવા માટે લોકો જાતજાતના નુસખાઓ પણ અજમાવે છે. બજારમાં હાલ આ અંગે ધણા ઉત્પાદનો બહાર આવ્યા છે અને વાળ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટ્રીટમેન્ટ પીડાદાયક છે. પણ આ બધુ કરતા પહેલા જો તમે પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવો જોઈએ. હવે તો મોંઘી દવાઓ લેનારાઓની સંખ્યા પણ વધી રહી છે. અહીં એવી ટિપ્સ આપવામાં આવી છે જેનાથી લાભ થશે.

આજે અમે તમને એક એવા બીજ વિશે જણાવીશું જેનાથી માથાના વાળની સમસ્યા દુર થઇ જશે. અમે જે બીજની વાત કરી રહ્યા છીએ એનું નામ છે અરીઠાં. જે અતિ ઉત્તમ ઔષધ છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નિગ્ધ, તીક્ષ્ણ , પચ્યા પછી પણ તીખાં, ગરમ , મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર, તથા વાયુ, કુષ્ઠ, ખંજવાળ, વિષ અને વિસ્ફોટકનો નાશ કરવાર છે. અરીઠાં નું પાણી પીવડાવવાથી ઉલ્ટી થતાં વિષ નીકળી જાય છે.

અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને ચામડીની શુધ્ધિ થાય છે. આથી માથાના ખોડા . સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાંને ૧૫ મિનિટ માથા પર રહેવા દેવું. બાળકને પેટમાં ચુંક આવતી હોય , આફરો ચડ્યો હોય, પેટમાં કૃમિ થયા હોય તો પેટ પર અરીઠાંનું ફીણ લગાડવાથી થોડી વારમાં શાંતિ થાય છે અને કરમિયાં હોય તો નિકળી જાય છે.

નારીયેલ તેલ અને અરીઠા :- થોડાક નારિયળના તેલમાં 4 ચમચી અરીઠાનો પાવડર મિક્સ કરો. તેને 20 મિનિટ માટે તમારા વાળમાં લગાવીને છોડી દો અને પછી શેમ્પૂથી ધોઈ લો. આનાથી વાળ ખરતા બંધ થઈ જશે અને બે છેડાવાળા વાળની સમસ્યાથી મુક્તિ મળશે.

અરીઠાના ફીણ :- ખોડો, ખંજવાળ વગેરે મસ્તકની વિકૃતિમાં અરીઠાનો ઉપયોગ એક વાર અવશ્ય કરવો જોઈએ. અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને શિરની ત્વચાની શુદ્ધિ થાય છે. માથું ધોવા માટે સીધો અરીઠાનો પાઉડર વાપરી શકાય અથવા એક અરીઠું લઈ તેના ટુકડા કરી થોડી વાર પાણીમાં પલાળી તેને મસળીને તેનાથી માથું ધોઈ શકાય. અરીઠાને આ રીતે પાણીમાં પલાળીને મસળવાથી સાબુની જેમ જ ફીણ ઉત્પન્ન થાય છે.

પેટની સમસ્યા માટે :- અરીઠા, આમળા અને શિકાકાઈનો ઉકાળો કરીને પણ વાપરી શકાય. આ ત્રણે ઔષધો સરખા વજને લઈ તેનો ઉકાળો કરી, ગાળી, ઠંડો પડે પછી તેનાથી વાળ ધોવા. આ ઉકાળાના ઉપયોગથી વાળ સ્વચ્છ, સુંદર, કાળા, લીસા, ચમકતા અને ઘાટા થાય છે. નાના બાળકોને પેટમાં ગેસ-આફરો ચડયો હોય, ચૂંક આવતી હોય તથા ઝાડો બરાબર ઊતરતો ન હોય ત્યારે પેટ પર અરીઠાનું ફીણ ચોપડવાથી વાયુનું અનુલોમન થઇ થોડી વારમાં બાળકને ઝાડો ઊતરે છે.

આ ઉપચારથી બાળકના પેટના કૃમિ પણ દૂર થાય છે. મોટી વયસ્ક વ્યક્તિની ગેસ-આફરા- ચૂંક જેવી તકલીફોમાં પણ આ ઉપચાર કરી શકાય છે. એમાં અરીઠાના ફીણમાં ચપટી હિંગ મેળવી દેવી. સુકા આંબળા અને મેંદી ને સરખા ભાગે લઈને સાંજે પાણીમાં પલાળી દો. સવારે તેનાથી વાળ ધુવો. આનો પ્રયોગ સતત ઘણા દિવસો સુધી કરવાથી વાળ મુલાયમ અને લાંબા થઇ જશે.