આજની આધુનિક જીવનશૈલીના કારણે શરીરમાં પણ કેટલાક ફેરફાર થયેલા જોવા મળે છે. આ ફેરફારની અસર સૌથી વધારે ત્વચા અને વાળ પર થાય છે. લગભગ 70 % પુરુષો ટાલની સમસ્યાથી પીડાતા હોય છે. બજારમાં હાલ આ અંગે ધણા ઉત્પાદનો બહાર આવ્યા છે અને વાળ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટ્રીટમેન્ટ પીડાદાયક છે.
એવું નથી કે ટાલ પર ફરીથી વાળ ન ઉગી શકે. ટાલ પર વાળ ઉગાડવા પણ શક્ય છે. આજે અમે તમને એવા પ્રયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો પ્રયોગ કરવાથી ટાલ પર પણ વાળ ઉગવા લાગશે. તો ચાલો જાની લઈએ એ પ્રયોગ વિશે..
અમે વાત કરી રહ્યા છીએ મેથી વિશે.. ભારતીય રસોડામાં મેથી જરૂર હોય છે. ખોરાકમાં સ્વાદ વધારવા ઉપરાંત ઘણી રીતે મેથીનો ઉપયોગ થાય છે. મેથી ઔષધીય ગુણધર્મોથી ભરપુર હોય છે, જેના કારણે રોગો અને સુંદરતાની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.
મેથી વાળ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો યોગ્ય ઉપયોગ શ્વેત વાળથી લઈને ટાલ પડવી સુધીની સમસ્યાઓ માં રાહત આપે છે. મેથી એસિડ, પ્રોટીન અને ઔષધીય ગુણથી સમૃદ્ધ હોય છે, જે વાળને પોષણ આપે છે. તેને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખે છે.
મેથીમાં વાળનું માસ્ક લગાવવાથી વાળ પડવા, સફેદ વાળ અને ખોડો જેવી સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ, વિટામિન સી અને આયરન હોય છે જે વાળની વુદ્ધિમાં સહાય કરશે.
વાળને ચમકદાર અને મજબૂત બનાવવા માટે :- વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે, અઠવાડિયામાં બે વાર મેથીના પાણીથી વાળ ધોવા જોઈએ. આ માટે મેથીને આખી રાત પાણીમાં પલાળીને પછી તેનો ઉપયોગ સવારે વાળ ધોવા માટે કરવો.
વાળ ખરતા રોકો :- 2 ચમચી પલાળેલી મેથીમાં લીમડાના પાન ઉમેરીને પીસી લેવા. આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવવું અને થોડીવાર પછી વાળને સારા શેમ્પૂથી ધોઈ લેવા. નિયમિત આ રીતે ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા પૂરી થઇ છે. આ પ્રયોગ સતત 7 દિવસ કરવાથી માથામાં વાળ વધશે.
ટાલ પડવાની સમસ્યામાંથી મળશે મુક્તિ :- વૃદ્ધાવસ્થાને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં ટાલ પડવાની સમસ્યા હોય છે. એમાંથી છુટકારો મેળવવા માટે, અઠવાડિયામાં 7 વાર મેથીનો પાઉડર લગાવવાથી ઘણો ફરક જોવા મળશે.
ડેંડ્રફ દુર કરવા માટે :- 1 કપ મેથીના દાણાને આખી રાત પલાળી રાખવા, પછી સવારે તેને પીસીને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી દહીં મિક્સ કરીને આ માસ્કને 30 મિનિટ સુધી વાળ પર લગાવી રાખવું. ત્યારબાદ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લેવા. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરવો. તેનાથી ડેંડ્રફની સમસ્યા દુર થઇ જશે.