માતા લક્ષ્મીને  કોપાયમાન  કરવા માંગતા ન હોય તો, ક્યારેય પણ આવા કામમાં ન કરવી આ ભૂલ..

આધ્યાત્મિક

કહેવાય છે ધન સબંધિત દરેક સમસ્યાઓ ને દુર કરવા માટે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા જોઈએ. એક વાર માતા રાની કોઈના પર ખુશ થઇ જાય છે તો પછી એના ઘરમાં ક્યારેય પણ પૈસા ની કોઈ કમી આવતી નથી. માતા ની ખુશી જેટલી લાભકારી છે, એનો ગુસ્સો એનાથી પણ ખતરનાક છે.

ક્યારેય પણ જીવનમાં લક્ષ્મીજી ને નારાજ ન કરવા જોઈએ. ઘણી વખત આપણે જાણે અજાણે આપણા ઘરની અંદર અમુક એવી વસ્તુઓ રાખી દેતા હોઈએ છીએ. કે જેથી કરીને માતા લક્ષ્મી આપણા ઉપર નારાજ થઈ જાય આપણને આ વાતની જાણ પણ હોતી નથી. પરંતુ આમ છતાં માતા લક્ષ્મીના નારાજગીના કારણે આપણા ઘરની અંદર ધીમે-ધીમે ધનની અછત સર્જાવા લાગે છે.

આથી જ જો માતા લક્ષ્મીની કૃપા કાયમી માટે આપણા ઘર ઉપર બનાવી રાખવી હોય તો હંમેશાં એ માટે આપણા ઘરની અંદર રહેલી આવી અમુક વસ્તુઓ ને કરવી જોઈએ દૂર. તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ.

ઘરમાં રહેલું મંદિર ખૂબ જ ખાસ હોય છે અને બને ત્યાં સુધી ઘરની અંદર રહેલા મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓને સામે સામે ન રાખવી જોઇએ. આમ કરવાથી તમારા ઘરની પરેશાનીમાં વધારો થાય છે અને ધનમાં નુકસાન થાય છે.

ઘરમાં ક્યારે બંધ અથવા તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઇએ. વાસ્તુ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે ઘરની અંદર રહેલી બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઊર્જાને વધારે છે. અને આથી જ જો ઘરમાં આવી ખરાબ થઈ ગયેલી ઘડિયાળ પડી હોય તો તેને તરત જ રીપેર કરાવી લેવી જોઈએ અથવા તો ભંગારમાં જવા દેવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં ક્યારેય તુટેલો કાચ ન રાખવો જોઈએ કેમકે તુટેલો કાચ ઘરમાં આર્થિક નુકશાન ને વધારે છે. ઘરની અંદર ક્યારેય પણ કોઈ પણ દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. કેમ કે આમ કરવાથી ઘરમાં ગ્રહ ક્લેશ માં વધારો થાય છે.

આથી જો ઘરની અંદર આવી તૂટેલી મૂર્તિ અથવા તો છબી હોય તો તેને વહેતા પાણી ની અંદર પધરાવી દેવી જોઈએ. શક્ય હોય તો ઘરમાં ક્યારેય પણ કાંટાળી છોડ ન રાખવો જોઈએ. આજના સમયમાં ઘણા લોકો સુશોભન માટે ઘરમાં કાંટાવાળા છોડ રાખતા હોય છે. પરંતુ આમ કરવાથી ઘરની અંદર તણાવની સ્થિતિ સર્જાઈ છે.

ઘરમાં ક્યારેય પણ તૂટેલી અથવા તો ખરાબ થઈ ગયેલી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ને સાચવીને રાખવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર કોપાયમાન થાય છે. અને ઘરની અંદર ધનનો નાશ થાય છે. આથી જો ઘરમાં આવી કોઈપણ વધારાની ભંગાર ની વસ્તુઓ રહેલી હોય તો તેને કા તો રીપેર કરાવી લેવી જોઈએ.

અથવા તો તે ભંગાર અને દૂર કરવો જોઈએ કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે. આમ જો ઘરની અંદર રહેલી આ બધી જ વધારાની વસ્તુઓ ને દૂર કરી દેવામાં આવે તો, તેના કારણે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે, અને તમારા ઘરમાં પણ થાય છે ધનવર્ષા.