મસ્સાને જડમુળથી દુર કરવા માટે ડુંગળીનો આ નાનકડો ઉપાય છે બેસ્ટ

સ્વાસ્થ્ય

મસ્સા ત્વચામાં વૃદ્ધિ કે ઉભાર હોય છે, મસ્સા શરીર પર કોઈ પણ જગ્યા પર પણ થઇ શકે છે. મસ્સા ઘણા પ્રકારના હોય છે જે દેખાવમાં અને બનાવટમાં જુદા હોઈ શકે છે. સામાન્ય રીતે મસ્સા સમય સાથે જાતે જ ખતમ થઇ જાય છે, પણ એમાં ઘણા વર્ષો લાગી જાય છે.

શરીર પર મસા ઘણી વખત પણ કેન્સરનું સ્વરૂપ ધારણ કરીલે છે. તેવી સ્થિતિમાં, શરીરમાંથી મસાઓ દૂર કરી દેવા જોઈએ. આજે અમે તમને આ લેખ દ્વારા મસાઓ દૂર કરવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. ફક્ત એક ડુંગળીના ઉપયોગથી તમે આ મસાઓ માંથી છુટકારો મેળવી શકો છો. આ તમારી માટે રામબાણ સાબિત થઈ શકે છે.

મસાના કારણે આપણી સુંદરતા બગડે છે. ચહેરા પર થવા વાળા મસાઓ આપણી સુંદરતાને અસર કરે છે, તેવામા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે ઘણાં ઉપાયો કરે છે. શરીર પર મસા ઘણી વખત પણ કેન્સરનું સ્વરૂપ ધારણ કરીલે છે. તેવી સ્થિતિમાં, શરીર માંથી મસાઓ દૂર કરી દેવા જોઈએ. તો ચાલો જાણી લઇએ કે ડુંગળીની મદદથી મસ્સાને કેવી રીતે દૂર કરવું?

આ કારણે થઈ શકે છે મસ્સા :- જો કોઈ વ્યક્તિને જન્મથી જ મસ્સા હોય તો તે નુકશાનકારક નથી, પરંતુ જો મસ્સા જન્મ પછી થાય કે પુખ્તવય પછી મસ્સા થાય હોય, તો તે એક કેન્સરનું પ્રકાર પણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને ૩૦ વર્ષની વય પછી મસાઓ થાય છે, તો તે વ્યક્તિને કેન્સર થવાનું જોખમ રહે છે.

આવી પરિસ્થિતિમાં રહે છે મસ્સાનું જોખમ : જો તમને મસ્સામાંથી લોહી નીકળે, તો તેને ક્યારેય અવગણવું નહીં. મસાઓમાં ખંજવાળ આવે તો તેને પણ હલ્કામા ના લેવું. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તરત જ ડોકટરોની સલાહ લેવી.

શા માટે થાય છે મસ્સાઓ:- જન્મજાતથી હોવા વાળા મસ્સાઓ સામાન્ય હોય છે, પરંતુ જન્મ પછી થતા મસાઓનું મુખ્ય કારણ ચેપ હોઈ શકે છે. આ મસાઓનું કારણ પેપિલોમા નામનો વાયરસ હોઇ શકે છે.  ત્વચા ઉપર પેપિલોમા નામના વાયરસથી નાના, કાળા, બરછટ ફોલ્લીઓ બહાર આવે છે, તેને જ મસ્સા કહેવાય છે.

મસ્સાનો સામાન્ય રંગ ઘાટો કાળો કે ભુરો હોય છે. પરંતુ ઘણી વાર તે સ્કિન કલરમાં પણ થાય છે, જે ઘણી વખત દેખાતા નથી. મસ્સા ૮ થી ૧૨ પ્રકારના હોઇ છે, જેને ઘરેલું ઉપચાર અને ડોક્ટરની સલાહથી દૂર કરી શકાય છે.

કેટલાક લોકો મસ્સાને પોતાના હાથથી જ કાપી નાખતા હોય છે અથવા ફોડે છે. પરંતુ આ કરવું શરીર માટે ખુબ જ હાનિકારક થઇ શકે છે. કારણ કે તેમાં હાજર વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાય શકે છે. આ સિવાય આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમા પણ પહોંચી શકે છે.

ડુંગળીથી આ રીતે દુર કરી શકાય છે મસ્સા :- ડુંગળી શરીર માટે દરેક સ્વરૂપે ફાયદાકારક હોઇ શકે છે. કાચા કચુંબરથી લઈને તેનો રસ શરીર માટે પણ ફાયદાકારક છે. મસ્સાને દૂર કરવા માટે ડુંગળી એક રામબાણ ઈલાજ ગણાય છે. શરીર પરના મસ્સાને ​​દૂર કરવા માટે, નિયમિત ૩૦ દિવસ સુધી ડુંગળીનો રસ મસ્સા પર લગાવવો. ડુંગળીનો રસ લગાવવાથી વાયરસ નાશ થશે અને તે જડમૂળથી દુર થઈ જશે.