માસિકસ્ત્રાવ વખતે લોહીના રંગમાં થતા ફેરફારથી થઇ શકે છે સ્વાસ્થ્યને નુકશાન.. તે દરમિયાન સે@ક્સ પણ ન કરવું જોઈએ, જાણો

સહિયર

સામાન્ય માસિક સ્ત્રાવની સાઈકલ સ્ત્રીમાં થતી એક સામાન્ય પ્રક્રિયા છે. સામાન્ય રીતે સ્ત્રીઓને અઠ્ઠાવીસથી ત્રીસ દિવસે નિયમિત માસિક આવતું હોય છે, જે ત્રણથી પાંચ દિવસ ચાલુ રહે છે. આ સાઈકલ સ્ત્રીઓમાં અલગ-અલગ હોઈ શકે છે. આ પ્રક્રિયા સ્ત્રીઓ માટે ખુબ જ કષ્ટદાયી સાબિત થાય છે.

આ ક્રમ-સ્ત્રીની તંદુરસ્તી દર્શાવે છે પરંતુ જ્યારે આ ક્રમમાં ફેરફાર થાય એટલે માસિક વહેલું શરૂ થઈ જાય અથવા તો સાતથી દસ દિવસ કે તેથી પણ વધારે દિવસો સુધી ચાલુ રહે. આ દિવસ દરમિયાન જો કોઈ બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ખુબ જ ભયંકર આવી શકે છે. કેટલીક વાર નિયમિત આવતું હોય છતાં પ્રમાણ કરતાં વધારે માસિક આવે ત્યારે આ સમસ્યાઓને લોહીવા- Menorrhagia કહે છે.

મહિલાઓમાં યુવાન છોકરીઓમાં સામાન્ય રીતે રજોપ્રવૃત્તિના સમયે પેટમાં ખુબ જ દુ:ખાવો થવો, માસિક ધર્મનું નિયમિત ન થવું અને ક્યારેક વહેલા કે પછી મોડું આવવું અને લોહીના ગઠ્ઠા સાથે રક્તસ્ત્રાવ અનિયમિત થવું કહેવાય છે. અમે તમને જણાવી દઈએ કે જો આવી સ્થિતિમાં કપલ સં@ભોગ કરે તો પુરુષોને ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે.

એટલા માટે માસિકસ્ત્રાવ દરમિયાન ક્યારે પણ સે@ક્સ ન કરવું જોઈએ અને માસિક ધર્મનો દુ:ખાવો યુવતીઓની સામાન્ય સમસ્યા રહે છે. માસિક ધર્મ દરમિયાન પ્રાઈવેટ પાર્ટની સફાઈ રાખવી જરૂરી છે. અમે તમને જણાવી દઈએ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીર માંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં ગંદકી બહાર નીકળે છે.

એવું કહેવામાં આવે છે કે આ લોહીમાં બેક્ટેરિયા જલ્દી પૈદા થાય છે. જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થઈ શકે છે. આવુ થતા મહિલાને પેશાબમાં બળતરા, યોનિ માર્ગ પર ખંજવાળ, દુર્ગંધવાળો સ્ત્રાવ આવવો જેવી સમસ્યાઓ થાય છે.

હળવો લાલ કલર :- જો તમારા પીરિયડ્સનો રંગ લાલ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ લોહી ખૂબ હળવું હોય છે, પરંતુ જ્યારે દિવસ દરમિયાન પ્રવાહ ઝડપી હોય છે, તો પછી ફક્ત લાલ રંગનું સ્રાવ થાય છે.

ઘટ્ટ લાલ રંગ :- નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘટ્ટ રંગના પ્રવાહનો અર્થ એ છે કે જનનાંગો માંથી લોહીનો પ્રવાહ ખૂબ ધીમો હોય છે. આવી સ્થિતિમાં, તમારે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. જો ઘાટો લાલ રંગ વહેતો હોય તો સમજી લેવું કે શરીરમાં હિમોગ્લોબિનની કમી છે. જો આવું થાય, તો ડોક્ટર ની સલાહ જરૂર લેવી જોઈએ.

ઘાટા બદામી :- લોહીનો રંગ ઘાટો ભુરો હોવાનો અર્થ એ છે કે લોહીનો પ્રવાહ ખૂબ જૂનો છે. લાંબા સમય પહેલા આ રક્ત ગર્ભાશયમાં એકઠું થતું હતું. સામાન્ય રીતે આ રંગનું લોહી સવારના પ્રવાહમાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

કાળો કે ઘાટો :- જો તમારા પ્રવાહનો રંગ ઘાટો કાળો છે તો તે ભયનો સંકેત છે. જ્યારે ગર્ભાશયમાં ચેપ હોય ત્યારે કાળો પ્રવાહ થાય છે અથવા તે કસુવાવડનું સૂચક પણ હોઈ શકે છે. જો પીરિયડના બધા દિવસોમાં કાળો પ્રવાહ હોય તો ડોક્ટર નો સંપર્ક કરો.