માસિકચક્ર દરમિયાન રાખવું આ બાબતોનું ખાસ ધ્યાન, નહિ તો થઇ શકે છે નુકશાન…

સહિયર

ઉમરની સાથે-સાથે શરીરમાં પણ હાર્મોંસના બદલાવ આવવાનું શરૂ થઈ જાય છે. છોકરીઓના શરીરમાં ખાસ કરીને આ બદલાવ ૧૧ વર્ષની ઉમરમાં આવવાનું શરૂ થઈ જાય છે, જ્યારે છોકરીઓને પહેલી વાર પીરિયડસ આવવાનનું શરુ થાય છે, ત્યારે તેને ઘણા બધા તનાવથી પસાર થવું પડે છે.

માસિક ધર્મ ના દરમિયાન ઘણા પ્રકારની તકલીફો નો સામનો કરવો પડે છે. પીરિયડ્સ દરમિયાન યુવતીઓના શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. જેમા તેમની ત્વચા પર ઘણો પ્રભાવ પડે છે. ઘણી યુવતીઓના ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. આ કારણથી ત્વચા ખરાબ અને શુષ્ક થઇ જાય છે.

પીરીયડ્સ દરમિયાન મહિલાઓ ને ખુબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આ તકલીફ ફક્ત બ્લીડીંગ અથવા શરીરમાં દર્દ સુધી જ સીમિત નથી, પરંતુ ક્યારેક ક્યારેક પેડ લગાવવાના કારણે રેશેજ ની સમસ્યા નો સામનો કરવો પડે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા થાય છે તો આજે અમે તમને જણાવી દઈએ એનાથી છુટકારો મેળવવાના ઉપાય વિશે.

સમય સમય પર પેડ બદલતું રહેવું :- તમારે સૌથી પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે યોગ્ય સમય પર પેડને બદલતું રહેવું, કારણકે તેમાં બેક્ટીરિયા વધી શકે છે અને તે તમારી  ત્વચાની સમસ્યાનું કારણ બની શકે છે. એટલા માટે હંમેશા પ્રયત્ન કરવો કે પેડ ને ચાર થી પાઁચ કલાકના અંતર પર બદલી લેવું. એમ કરવાથી રેશેઝ થવાની સંભાવના ઓછી રહેશે.

પાવડરનો ઉપયોગ કરવો :- માસિક દરમિયાન પાવડરનો ઉપયોગ કરવો કે જેથી યોનિમાર્ગની આજુબાજુનો હિસ્સો સૂકો રહે. એટલા માટે તમે યોનિમાર્ગની આસપાસ અને જાંઘ ઉપર પાવડર લગાડો. કોશિશ કરવી કે તમે ટેલકમ પાવડર ની જગ્યાએ એન્ટિસેપ્ટિક પાવડર નો બની શકે તો ઉપયોગ કરો, કારણ કે આ પાવડર બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.

કોટનની પેન્ટી પહેરવી :- આ દિવસો દરમિયાન કોશિશ કરવી કે તમારે એવા કોઈ કપડાં ન પહેરવા, જેનાથી ત્વચાને તકલીફ થાય. તમે કોટનની પેન્ટી પહેરો અને જીન્સ પહેરવાથી બચવું જોઈએ. એનાથી રેશેઝ થવાની સંભાવના ઓછી રહે છે, એની સાથે દુખાવાથી પણ રાહત મળે છે.

હાઇજીન બનાવી રાખવું :- હંમેશા તમારા યોનિમાર્ગની આજુબાજુ ના ભાગને સાફ રાખવું. તેનાથી જે પણ બેક્ટેરિયા કે જંતુઓ ઉત્પન્ન થઇ રહ્યા હોય તો તેનો નાશ થઇ જાય છે. પ્રયત્ન કરવો કે આ દિવસોમાં તમારે યોનિમાર્ગની આજુબાજુના હિસ્સામાં સાબુ ન લગાડવો જોઈએ. આમ કરવાથી રેશેઝ થવાનું જોખમ વધી જાય છે. તમે આ દિવસોમાં ગરમ પાણીથી યોનિમાર્ગ અને તેની આજુબાજુના હિસ્સાને સાફ રાખવાનો પ્રયત્ન કરવો..

સારા સેનેટરી પેડનો ઉપયોગ કરવો :- તમારી ત્વચાની સુરક્ષા માટે એ જરૂરી છે કે તમે કઈ કંપનીનું સેનેટરી પેડ નો ઉપયોગ કરી રહ્યા છો. ક્વોલિટીના મામલા માં તમે બેદરકાર ન થાવ. મે સારા સેનેટરી પેડનો ઉપયોગ કરવો કે જે આરામદાયક અને સોફ્ટ હોય. એ જેટલું સોફ્ટ હશે એટલા રેશેઝ થવાનું જોખમ ઓછું રહેશે.