શિયાળામાં મસાલા વાળી ચા નું સેવન કરવાથી મળે છે અઢળક ફાયદા, સ્વાસ્થ્ય રહેશે એકદમ તંદુરસ્ત..

સ્વાસ્થ્ય

સવારે ચા ના કપથી જ આપણે ભારતીયોને તાજગી મળે છે. ચા આપણા દૈનિક જીવનમાં મહત્વનો ભાગ છે, એટલા માટે તેને સ્વાસ્થ્યવર્ધક બનાવવું જરૂરી છે. આ ચા જો તન-મનમાં સ્ફ્રુતી લાવવા સાથે સાથે આરોગ્ય માટે ફાયદાકારક ઔષધીય ગુણોથી ભરપુર પણ હોય છે.

પહેલા લોકો બ્લેક ટી અને દૂધવાળી ચા પીતા હતા, પરંતુ સમય જતાં ચા ઘણા પ્રકારની થઈ ગઈ છે. આજે ચા અનેક જાતોમાં ઉપલબ્ધ છે, પરંતુ આરોગ્યની વધતી જાગૃતિને કારણે ગ્રીન ટી, યલો ટી, બ્લેક ટી જેવી અન્ય જાતો શરુ થઇ છે. જો કે, આપણી પરંપરાગત ચામાં કેટલાક મસાલા મિશ્રિત કરવાથી અન્ય કરતાં વધુ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મસાલા વાળી ચા દરરોજ સંતુલિત પ્રમાણમાં સેવન કરવામાં આવે, તો તે રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગોથી રક્ષણ કરે છે. ઔષધીય ગુણોથી ભરપુર કંઈક એવો જ સ્વાદ અને આરોગ્ય વાળી ચા વિષે જણાવી રહ્યા છીએ.  મસાલા ચા બનાવવા માટે જરૂરી મસાલા તમારા રસોડામાં લવિંગ, એલચી, આદુ, તજ, તુલસી અને ચાના પાન સરળતાથી મળી રહે છે. પરંપરાગત મસાલાવાળી ચા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મસાલા ચાના ફાયદા : ચા પત્તી અને દૂધ વાળી ચા બનાવતી વખતે હંમેશા લોકો પાણીમાં કાળા મરી, સુંઠ, તુલસી, તજ, નાની ઈલાયચી, મોટી ઈલાયચી, લવિંગ, પીપરામૂળ, જાયફળ અને લવિંગનો મસાલો નાખે છે.જો આ બધાની જગ્યાએ તુલસીની પ્રજાતિ રામતુલસી કે અરણ્યતુલસી નાખવામાં આવે, તો ગજબનો સ્વાદ આવશે. તેના પાંદડામાં રોગાણુંવિરોધી, એંટીઓક્સીડેંટ, એંટીફંગલ અને જ્વરવિરોધી ગુણ મળી આવે છે.

દુખાવો ઓછો કરે : ચામાં ઉમેરવામાં આવતા બધા મસાલા શરીરની કોઈપણ પ્રકારની સુજન ઘટાડવા માટે અસરકારક છે. તેમાં આદુ અને લવિંગ સૌથી મહત્વપૂર્ણ છે. 15 મિનિટ સુધી પાણીમાં ઉકાળ્યા પછી, આ મસાલાઓના તમામ ગુણધર્મો પાણીમાં ભળી જાય છે. આ બંને મસાલા દુખાવામાં રાહત માટે મદદગાર છે

થાક દૂર કરે : જો તમે આખા દિવસના થાકેલા છો, તો પછી એક કપ મસાલા ચા બધા થાકને દૂર કરી શકે છે. તેમાં હાજર ટેનીન શરીરને રાહત આપવા તેમજ તેને ફરીથી સામાન્ય બનાવવામાં મદદ કરે છે.

શરદી અને ખાંસીથી બચાવે છે : શિયાળામાં શરદી અને ખાંસીથી બચવું એ કોઈ પડકાર થી ઓછું નથી. મસાલા ચામાં હાજર એન્ટીઓકિસડન્ટો અને ફાયટોકેમિકલ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બાહ્ય રોગો સામે લડવાની ક્ષમતા માટે આદુ ફાયદાકારક છે. શરદીમાં મસાલા ચા તમને ગરમ રાખવામાં મદદગાર છે.

હોર્મોન્સની સમસ્યા :- તજ અને આદુ પીરીયડ પહેલા થતા સિન્ડ્રોમને કારણે થતી પીડાને દૂર કરવામાં અને હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે, જ્યારે ગરમ પાણી રાહત આપતું નથી, ત્યારે ચાની એક ચુસકી ઘણી મદદ કરે છે.