જાણો મરીના ઉપયોગથી કેવી રીતે ઉતરે છે વજન… મરીના સેવનથી થાય છે બીજા ઘણા ફાયદા..

સ્વાસ્થ્ય

મરીનો ઉપયોગ પુલાવ અને શાકમાં પણ કરવામાં આવે છે, મરી માત્ર સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી તે સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. મરીને ભોજનમાં સામેલ કરવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે. હળદર અને મરીને દૂધમાં નાખીને પી શકો છો.

ગંભીર શરદીના દર્દીઓને આ દૂધ આપવામાં આવે છે. તે એન્ટિઓક્સિડન્ટસ, વિટામિન A અને કેરોટીનોઈડથી ભરપૂર પ્રમાણ માં હોય છે, જેનાથી બીમારીઓમાં લડવામાં મદદ મળે છે. ભોજનમાં માત્ર એક ચપટી મરીનાં પાવડરનો ઉપયોગ કરવાથી પાચનક્રિયા સારી બને છે, ગ્રીન ટીમાં મરી ભેળવીને પીવાથી વજન ઉતરે છે.

વજન ઉતારવામાં ઉપયોગી :- એક ચપટી મરીને ગ્રીન ટી માં ભેળવીને દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી વધારાની ચરબી દુર થાય છે. અને શરીરના મેટાબોલિઝ્મમાં પણ સુધારો થાય છે.

પાચનમાં મદદરૂપ :- મરી પાચન તંત્રને વધારે સારું બનાવે છે. તેને ચાવીને ખાવાથી હાઇડ્રોક્લોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. હાઈડ્રોક્લોરિક એસિડ આંતરડાંને સાફ કરવા અને આંતરડાંને અન્ય રોગથી બચાવે છે. રોજના ભોજનમાં એક ચપટી મરી ચોક્કસથી સામેલ કરવું જોઈએ.

કબજીયાતમાં રાહત :- ભોજનમાં રોજ થોડા મરીને સામલે કરવાથી કબજીયાતની તકલીફથી છૂટકારો મળે છે. રોજ મરી ખાવાથી કોલન કેન્સર, કબજીયાત અને બેક્ટેરિયા સંબંધિત બીમારીઓથી રાહત મળે છે. મરીનો વધારે પડતો ઉપયોગ પણ ન કરવો જોઈએ. રોજ એક ચપટી મરી શરીર માટે પૂરતા હોય છે.

કરચલીઓ ઓછી કરે છે :- તે સ્કિન પ્રોબ્લેમમાં રાહત અને ત્વચાના મૂળ રંગને જાણવી રાખવામાં મદદ કરે છે. જો નાની ઉંમરથી મરીનો ઉપયોગ કરો છો તો કરચલીઓ અને ત્વચા સંબંધિત તકલીફો ઓછી થઇ જાય છે. અને કાળા મરી કાળા ડાઘ થતા હોય તે પણ અટકાવે છે.

ઉપયોગ કેવી રીતે કરવો? :- સલાડમાં એક ચમચી મીઠાની સાથે મરી પાઉડર પણ ભભરાવી ને ખ્વાથી ફાયદા થાય છે. તળેલાં બટાટા કે તેની ચિપ્સ પર ચપટીભર મરી પાઉડર ભભરાવીને ખાવાથી એસીડીટી માં ખુબ જ ફાયદો થાય છે. જ્યારે તમે કોઈ પણ સૂપ બનાવો ત્યારે તેનો સ્વાદ વધારવા માટે તેમાં થોડા મરી ઉમેરો છો તો તેનાથી તમને શરદીમાં પણ રાહત થશે અને સ્વાદ પણ સારો આવશે.

ફ્રાઈડ રાઈસમાં સ્વાદ વધારવા મરી નો વઘાર કરો :- તાજા મરી પાઉડરને કોઈ પણ વસ્તુમાં નાખી શકાય છે. સલાડ, સૂપથી લઈને પાસ્તા અને છાશમાં પણ મરી પાઉડરનો ઉપયોગ કરી શકાય છે. ૩ થી ચાર મારી ને દિવસ માં એક વાર આખે આખ્ખા ગળી જવાથી ખુબ જ સારા ફાયદા જોવા મળે છે. મરી પાઉડર ઘણી બધી વસ્તુ માં ઉમેરી ને ખાવાથી સ્વાદ પણ સારો આવે છે અને શરીર ને ઘણા બધા ફાયદા પણ થાય છે.