મારે છેલ્લા ચાર વર્ષથી એક ગર્લફ્રેન્ડ સાથે રિલેશન છે. અમે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છીએ, તેના માતા-પિતા મને…

સહિયર

સવાલ :- મારી ઉંમર ૨૭ વર્ષની છે. મારે છેલ્લા ચાર વર્ષથી એક ગર્લફ્રેન્ડ સાથે રિલેશન છે. અમે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છીએ. મારી ગર્લફેન્ડ મને ખુબ જ પ્રેમ કરે છે. મારી ગર્લફ્રેન્ડે થોડા સમય પહેલા જ તેના ઘરના સભ્યો સાથે અમારા સંબંધોની વાત કરી છે.

હવે તેના માતા-પિતા મને મળવા માંગે છે અને તે માટે તેમણે મને બોલાવ્યો છે. મને ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવાની ખુબ જ બીક લાગી રહી છે. મને ડર એ વાતનો લાગે છે કે મારે તેમને મળતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઇએ? શું તે મારી કોઈ ભૂલને કારણે લગ્ન કરવા માટે ના પાડી દેશે તો? મને યોગ્ય ઉકેલ જણાવવા વિનંતી..

જવાબ :- તમે તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતાની સામે જાવ ત્યારે તમારી સારી ઈમ્પ્રેશન પડે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પર તમારા બંનેના ભવિષ્યના સંબંધનો આધાર રહેલો છે. જયારે તમે મળવા જાવ તે પહેલા યોગ્ય કપડાં પસંદ કરવા ખૂબ જ જરૂરી છે. એવા કોઈ કપડાં પહેરીને ન જવું કે ગર્લફ્રેન્ડના માતા-પિતાની સામે તમે બનાવટી દેખાઈ આવો.

તમે રેગ્યુલર જેવા કપડાં પહેરતા હોય એવા જ પહેરીને પણ જઈ શકો છો. તમે તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતા માટે કોઈ સારી ગિફ્ટ પણ લઈ જઈ શકો છો. ગિફ્ટમાં ચોકલેટ કે પછી કોઈ સારા ફૂલો પણ લઈ જઈ શકાય છે.

ગર્લફ્રેન્ડના માતા-પિતાને મળવા જાવ ત્યારે ફોન સ્વિચ ઓફ કરી ને ખીચ્ચામાં મૂકી દેવો જોઈએ, કારણકે જો વારંવાર ફોન કે કોઈ મેસેજ આવશે અને તમે તેમાં વ્યસ્ત થઇ જશો તો તમારી છાપ ત્યાં સારી રહેશે નહીં. માટે આ મુલાકાત દરમિયાન ફોન સ્વિચ-ઓફ કે સાઈલન્ટ કરી દેવો જોઈએ. તમારી ગર્લફ્રેન્ડના માતા-પિતા તમારા પર થોડો ગુસ્સો કરે તે સામાન્ય છે,

પણ જો તે ગુસ્સો કરે ત્યારે તમારે શાંત રહેવું અને તેઓનું સન્માન કરવું. તેઓની સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર કરવો નહીં. તમારે તેમને ખાતરી આપવી કે તમે તેમની દીકરીને ખુશ રાખી શકશો, જો આવું તમે કહેશો તો તેઓ ચોક્કસપણે તમારા પ્રત્યે હકારાત્મક અભિગમ રાખશે અને આગળ વિચારશે.

સવાલ : હું 22 વર્ષ નો જુવાન છું. મારે મારા 25 વર્ષીય મિત્રની પત્ની સાથે 5 વર્ષથી મારા પતિ અને પત્ની જેવા જ સ-બંધો રહ્યા છે. હવે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું, પરંતુ તે તેના પરિવારને છેતરવા માંગતી નથી. અમારા બંનેનો એક પુત્ર પણ છે. હું શું કરું?

જવાબ : તમે મિત્રની પત્નીને પત્ની તરીકે ઉપયોગ કરીને એક ખુબ જ હલકટ પ્રકારની મિત્રતા ભજવી છે. તે સ્ત્રી તમારી સાથે લગ્ન કરીને તેના પતિને છેતરવા માંગતી નથી, તો તે તમારી સાથે શા માટે સુવે છે? તમે કેવી રીતે કહી શકો કે પુત્ર તમારો જ છે? હવે લગ્નનો દમ કરવાની તમારે કઈ જરૂર નથી.