લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને જીવનમાં ચાલતા ઘણા સવાલો ના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી જાણકારી મળી રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ વિશે..
સવાલ :- હું એક પરિણીત મહિલા છુ, મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારે ૨ બાળકો પણ છે, લગ્ન પહેલા એક છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ કોઈ કારણોસર લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ હતી. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું નથી, પરંતુ એ માનતો જ નથી. હું મારા પતિ સાથે ખુશ છું. મને સમજાતું નથી કે હું શું કરું??
જવાબ: લગ્ન પછી તમારા પહેલાના પ્રેમીને મળવા જવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે ખૂબજ સમસ્યા ઉભી કરી શકે છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો.
જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો જ હોય, તો તેને થોડા એવા શબ્દોમાં મળવાની ના પાડો અને એની સાથે ભવિષ્યમાં કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારની ખુશી રહેલી છે.
સવાલ – મારી ઉંમર ૩૯ વર્ષની છું. મારા લગ્ન થયા એને ૧૨ વર્ષ થઇ ગયા છતાં પણ મને કોઈ સંતાન નથી. અમારા બંનેના રિપોર્ટ પણ નોર્મલ જ આવે છે. અમારા બંનેમાં કોઈ પ્રોબ્લેમ નથી. અમે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ અમને કોઈ સંતાન થતા નથી. મને કોઈએ સલાહ આપી તે માનીને મેં મારા પતિ સિવાય પર પુરુષો સાથે સંતાન માટે સેક્સ કરવાનું શરૂ કર્યું,
પરંતુ એનું પરિણામ પણ મને ન મળ્યું. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું અન્ય પુરુષો સાથે સં-બંધ રાખી રહી છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હતી એટલા માટે મને પણ આશા છે. શું આ કારણે કોઈ રોગ થઇ શકે છે? શું આમાં મને સફળતા મળશે ખરી? મને યોગ્ય જવાબ આપવા વિનંતી…
જવાબ- દરેક લોકોને સંતાનની આશા હોય છે પરંતુ ક્યારેય સંતાન માટે આવો અનૈતિક માર્ગ ન અપનાવવો જોઈએ. જો નસીબમાં ન હોય તો ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બનાવશો તો પણ કોઈ સંતાન નહીં થાય અને જો તમારામાં જ કોઈ સમસ્યા હશે તો આ પ્રયોગ પણ સફળ નહિ થશે. એટલા માટે આવું ન કરવું જોઈએ.
તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો અને પછી કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને જો તમારા પતિને તમારા પર શંકા જશે અને એ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે ત્યારે તમારું તમારા બાળકનું ભવિષ્ય બંને મુશ્કેલમાં મુકાઈ જશે.
સવાલ- મારી ઉંમર ૨૨ વર્ષની છે. મને એક યુવક ખુબ જ પસંદ છે, પણ તે ઓછું ભણેલો છે અને તે સામાન્ય કુટુંબ માંથી આવે છે. પરંતુ એનો સ્વભાવ ખુબ જ સારો છે. તેનો દેખાવ પણ સાધારણ છે. શું મારા પરિવાર એને અપનાવશે..
જવાબ- યુવકનું ભણતર નહિ.. ચરિત્ર અને આવડત જોવામાં આવે છે, હંમેશા કુટુંબ નહિ પણ તેની ખાનદાની અને મહેનતુપણું જોવામાં આવે, દેખાવ નહિ સ્વભાવ જોવાનું હોય છે. તો જ તે તમને સારું જીવન આપી શકશે.
જો તમે કોઈ પૈસાવાળા કે ભણેલા ને પસંદ કરશો તો તે તમારું સમ્માન નહિ કરે. જો તે એની મહેનત પર નોકરી કે ધંધો કરતો હોય તો તમારા પરિવારને કોઈ સમસ્યા ન હોવી જોઈએ.. એટલા માટે ધીરજ રાખો બધું સરખું થઇ જશે.
સવાલ :- મારી પ્રેમિકાને જયારે એને શારી-રિક સબંધ બનાવવાની ઈચ્છા થાય તો જ તે મારી સાથે અંગત સુખ માણે છે, બાકી મને ઈચ્છા થતી હોય તો પણ એ મને ના પાડે છે, તેને અઠવાડિયામાં ક્યારેક જ ઈચ્છા થતી હોય છે પરંતુ હું શું કરું.. એ મને નથી ખબર પડતી, મને જણાવશો..
જવાબ- શારી-રિક સબંધ તે બંનેની સરખી ઈચ્છા હોય તો જ એમાં આનંદ આવી શકે છે. પરંતુ જો કોઈ એકની ઈચ્છા ન થતી હોય સબંધ બનાવવાની તો બંને માંથી કોઈ આનંદ માણી શકતું નથી. પ્રેમિકાની ઈચ્છા વગર આપણે તેને કાઈ કરી પણ નો શકાય.. એટલા માટે એને તમે શારીરિક સબંધ માટે ઉત્સાહિત કરી શકો છો.