મારા પતિને દારૂ પીવાની ટેવ છે, જેના કારણે અમારી સે@ક્સ લાઈફમાં આનંદ આવતો નથી, હું શું કરું?

સહિયર

આજકાલ કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા. શારી-રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમરના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- હું ૨૨ વર્ષની પરણેલી યુવતી છું. મારાં માતા-પિતાને પસંદ ન હોવા છતાં મેં મારા બોયફ્રેન્ડ સાથે પાંચ વર્ષ પહેલાં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જ્યારે હું ગર્ભવતી બની ત્યારે સમાજના રીતરિવાજ અનુસાર મેં લગ્ન કરવા મારા પતિને જણાવ્યું હતું,

પરંતુ ત્યારે તેણે મને ના કહી અને મારો ગર્ભપાત કરાવી નાખ્યો.ફરીવાર  માતા બનવાની તક આવતાં મારા પતિએ મને છોડી દીધી અને મને એવું કહ્યું કે હવે હું એને ભૂલી જાવ. અત્યારે હું સરકારી નોકરી કરું છું અને એકલી જ રહું છું.

મારાં માતા પિતા મને પ્રેમ કરતા નથી અને મારાં કરતાં મારા પૈસામાં વધારે રસ છે. તો મારે શું કરવું? મને કઈ સમજાતું નથી. બે વાર ઊંઘની ગોળીઓ લઈને મરી જવાનો પણ પ્રયત્ન કરી ચુકી છું. પરંતુ એમાં પણ નિષ્ફળ થઇ છું. મને યોગ્ય માર્ગદર્શન જણાવો..

જવાબ :- તમારા પ્રેમીએ મંદિરમાં ચોરીછૂપી રીતે લગ્ન કરવાનું નાટક કર્યું છે, એવું લાગી રહ્યું છે. જે પરથી તે તમારો ગેરફાયદો ઉઠાવી રહ્યો છે. તમે આવા ગંભીર સમયે ખોટી વ્યક્તિને પસંદ કરી જ્યારે તમે આટલો મોટો નિર્ણય લેવાને લાયક ન હતાં.

પરંતુ હજી પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરીને તમારાથી બીજી ભૂલ થઇ શકે છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ આત્મહત્યા હોતો નથી. તમારી સાથે તમારું બાળક પણ છે. એટલા માટે આ રીતે મૂર્ખતા વાળું કામ કરવાનું વિચાર પણ ન કરવો જોઈએ.

તમે તમારાં માબાપને જણાવી શકો છો કે તે તમારા માટે સારું કોઈ ઘર શોધે અને તમે ફરીવાર ઘર સંસાર ચાલુ કરી શકો છો. તમારી સામે હજી તો ઘણું લાંબુ જીવન છે. સાથે બાળકને પણ મોટો કરવાનું છે.

સવાલ :- મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારાં લગ્ન થયાને ચાર વર્ષ થઇ ગયા છે અને એક પુત્ર પણ છે. હું આમ તો મારા  લગ્નજીવનમાં ઘણી ખુશ છું, પરંતુ મારા પતિને દારૂ પીવાની ટેવ છે, જેના કારણે અમારી સે@ક્સ લાઈફમાં આનંદ આવતો નથી.

મારા પતિને દારૂ છોડી દેવાની ઇચ્છા છે પરંતુ છતાં હું છોડાવી શકતી નથી. ઘણી વાર મારા પતિ મને પ્રોમિસ કરે છે કે તેઓ દારૂ નહીં પીવે. પરંતુ રાત પડતાં એને કાબૂ રહેતો નથી. હું શું કરું? એકવાર તો દારૂ ના કારણે ઘણા બીમાર થઈ ગયા હતા.

ડોકટરે પણ દારૂ છોડી દેવાની ચેતવણી આપી છે પણ તેઓ મૂકી નથી શકતા. મેં છાપામાં જાહેરાત વાંચી હતી કે દારૂ છોડવાની પણ અસરકારક દવા મળે છે. શું તે અસરકારક હોઈ શકે? મને યોગ્ય અને અસરકારક ઉપાય જણાવો.

જવાબ :- તમારા પતિની દારૂની આ ટેવ પડી ગઈ છે અને જો તમે છોડાવવા માંગતા હોય તો તમારે પણ એનો સાથ ખુબ જ આપવો જરૂરી છે. તમે કોઈ અન્ય જાહેરાતોને બદલે કોઈ સરકારી નશા મુક્તિ કેન્દ્રમાં જઈને તમારા પતિનો ઈલાજ કરાવી શકો છો, ત્યાં એડમીટ કરીને તેમની દારૂ પીવાની ટેવ છૂટી જશે.

તેના માટે તમારે પણ તમારા પતિને બધી રીતે સહકાર આપવો પડશે અને થોડું એની પીડા પણ સહન કરવી પડશે. જો દારુ ની ટેવ છૂટી જશે તો તમારું અને તમારા બાળક બંનેનું જીવન સારું વીતશે. દારૂ ની વધારે પડતી આદત ભવિષ્યમાં નુકશાન પણ કરી શકે છે.