મારા લગ્ન નક્કી થવા જઈ રહ્યા છે, મને ખુબ જ ગભરાટ થાય છે.. શું અરેન્જ લગ્નમાં પહેલી વાર મળે ત્યારે..

સહિયર

લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આપણા વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક આવા રિવાજો અથવા પરંપરાઓ છે.

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને જીવનમાં ચાલતા ઘણા સવાલો ના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી જાણકારી મળી રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ વિશે..

સવાલ :- હું ૨૭ વર્ષની અપરિણીત યુવતી છું. મારા અરેંજ લગ્ન નક્કી થવા જઈ રહ્યા છે,મને ખુબ જ ગભરાત થાય છે.. કે યુવક યુવતી અરેન્જ લગ્નમાં પહેલી વાર મળે ત્યારે એક બીજાને શું પૂછતાં હોય છે? એની મને કઈ ખબર નથી. હું કેવી રીતે જાણી શકું કે એનો સ્વભાવ કેવો હશે, એને મારી કોઈ વાત ખોટી લાગશે તો? મને યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- પ્રથમ મુલાકાત પર તમે સામાન્ય સવાલ કે જવાબ આપી શકો છો. પહેલી વાર વાતચીત માં તમે એકબીજાના સ્વભાવ, પસંદ અને નાપસંદ વિશેની માહિતી મેળવી શકો છો. પરિવારના સભ્યોનો પરિચય આપી શકો છો કે પૂછી શકો છો. તે ફરક પડતું નથી કે તમારી કે એની નોકરી શું છે અથવા શોખ શું છે.

તમારા શોખ અને પસંદગીઓ વિશે પણ જણાવી શકો છો. તે જાણવું પણ શક્ય છે. બાકીનું તો તમે જાતે જ પૂછી લેશો છે. અથવા પછી બંને પક્ષના વડીલો બાકીનું બધું નક્કી કરવા માટે હોય જ છે. ડરવાની જરૂર નથી.

સવાલ- મારા લગ્ન થઇ ગયા છે, મારે લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ હતી. અત્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શકતો નથી અને મારી પત્નીને આનંદ આપી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, આવું મારી સાથે જ કેમ થાય છે, હું ઘણી વાર એને ભૂલવાની કોશિશ કરું છું છતાં પણ એને ભૂલી નથી શકતો..

જવાબ- ભાઈ, જે પરિસ્થિતિ હાલ છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેને જ બેટર સમજીને તમે ચાલવાનું હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવો, નહિ તો પછી તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો. તમે તમારી પત્ની સાથે પ્રેમથી રહીને ખુશી ખુશી જીવન જીવવામાં જ તમે બંને ખુશ રહેશો.