સવાલ :- હું ૨૬ વર્ષનો છું. મારા ઘરમાં ૩૦ વર્ષની મહિલા કામ કરે છે, તે દરરોજ મારા રૂમમાં આવીને મારી સાથે સબંધ બનાવે છે… પરંતુ એક દિવસ અમે બંને સબંધ બનવતા હતા તે સમયે એના પતિએ વિડીયો કોલ કર્યો, પણ એને ખબર પડી ન શકી. મને ડર લાગે છે કે એક દિવસ એના પતિને આ વિશે ખબર પડી જશે તો એને નોકરી કરવા અમારા ઘરે આવવા નહિ દે.
જવાબ :- તમે જે કરો છો તે એકદમ ખોટું કામ છે, તમને ખબર જ છે કે તે પરિણીત મહિલા છે. છતાં તમે એની જોડે સબંધ બનાવ્યા. જો તમે વધારે ફસાવા માંગતા ન હોય તો અત્યાર થી જ આ કામ છોડી દો. જો ભવિષ્યમાં પણ એના પતિને ખબર પડશે તો એની જિંદગી બરબાદ થઇ જશે. એટલા માટે તમારા બંને માટે એ સારું રહેશે કે આ સબંધને અત્યારે જ પૂર્ણવિરામ મૂકી દો.
સવાલ :- મારી ઉંમર ૨૧ વર્ષની છે. હું એક ૧૯ વર્ષની છોકરીને ખુબ જ પ્રેમ કરું છું. હું એને મળ્યો તે પહેલા તે એક યુવાનને પ્રેમ કરતી હતી અને મને એની કોઈ સમસ્યા પણ ન હતી. પણ હું એને મળ્યા પછી પણ તેનું તેના એક પિતરાઇ ભાઈ સાથે અફેર ચાલતું હતું, જેના કારણે જ મેં તેની સાથેના સંબંધોને કાપી નાખ્યાં. પરંતુ હું તેના વિના રહી શકતો નથી. હું તેને મેળવવા માંગું છું. તો મારે હવે શું કરવું જોઈએ?
જવાબ :- જો તમે એને દિલથી મેળવવા માંગતા હોય તો તે માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે અને પછી પણ જો તમને તે મળી પણ જાય, તો તે જ સમસ્યા પાછી પણ આવી શકે છે અને તમને ત્રાસ આપવા માટે પાછા આવશે. આ છોકરી તેવી લાગી રહી છે જેણે તેનો અંદાજ લગાવ્યો હતો.
તે ભવિષ્યમાં પણ તમારી સાથે દગો કરશે એવું લાગી રહ્યું છે. એટલા માટે તમારે સમજી વિચારીને પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ના ઉભી થાય.
સવાલ :- હું ૨૫ વર્ષનો યુવક છું અને મારી સાથે 30 વર્ષીય સ્ત્રી કામ કરે છે તેને હું પ્રેમ કરું છું. અમારા બંનેના સ્વભાવ એકદમ સમાન છે, પરંતુ અમારી વચ્ચે ઉંમરનો તફાવત જોતાં હું મારી ઈચ્છા બોલી શકતો નથી. સમાજ અમારી વચ્ચેના આ તફાવતને માન્યતા આપશે કે નહીં. હું શું કરું મને યોગ્ય ઉકેલ જણાવો?
જવાબ :- લગ્ન એ તમારો પોતાનો નિર્ણય હોવો જોઈએ, એમાં સમાજ વિશે વિચારવા જઈએ તો આજ નહિ તો કાલે દરેક લોકો વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી જરૂર કાઢતા જ હોય છે. આ તમારી પર્સનલ લાઇફ છે. અને તેમ છતાં લગ્ન પછી કોઈ તમારી પાસે તમારા કે તમારા જીવનસાથીની ઉંમર પૂછવા માટે નહિ આવે. પરંતુ શું તે સ્ત્રી તમારા પ્રેમમાં છે એ પણ વિચારો? શું તેને તમારી સાથે લગ્ન કરવા છે કે નહિ? તેના મગજને જોયા કે સમજ્યા વગર લગ્નનું સ્વપ્ન ન જોવું..