મંગળવારના પવિત્ર દિવસે આ ઉપાય કરવાથી હનુમાન દાદા પાસેથી પ્રાપ્ત થશે વિશિષ્ટ ઉર્જા અને આશીર્વાદ…

આધ્યાત્મિક

હનુમાન દાદાની પૂજા કરવાથી જીવનનાં તમામ કષ્ટ અને દુઃખનો નાશ થતો હોય છે. દરેક વ્યક્તિ હનુમાન દાદાની પૂજા કરતો હોય છે. હનુમાન દાદાના ભક્તોને હનુમાન દાદા ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી અને સાચા મનથી હનુમાન દાદાની પૂજા કરે છે.

તેમના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હનુમાન દાદાની પૂજા કરવા માટે મંગળવાર તેમજ શનિવારનો દિવસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિવસ હનુમાન દાદા સાથે સંકળાયેલો દિવસ છે.આ દિવસે તેમને લગતા તેમના જીવનનાં રહસ્યો નું વાંચન કરવાથી પણ જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થાય છે.

આના  કારણે મંગળવારના દિવસે લોકો હનુમાનજીની પૂજા કરે છે. તથા હનુમાનજી નું વ્રત રાખે છે. અને મંગળવારના દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી જીવન ધન્ય બની જાય છે. અને જીવનમાં આવતા તમામ કષ્ટો નું નિવારણ થાય છે.

પરંતુ પૂજા કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવાનું રહે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાન દાદાની પૂજા હંમેશા સાંજના સમયે કરવી જોઈએ. પૂજા કરતી વખતે હંમેશા શુદ્ધ કોરા વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. તે ઉપરાંત હનુમાન દાદાને પ્રસાદમાં બુંદીનો પ્રસાદ ચઢાવવો જોઈએ.

તે આ વસ્તુની સંભાળ રાખ્યા પછી પૂજા શરૂ કરવી જોઇએ. આ દરેક વસ્તુનું પાલન કરવામાં આવે તો પૂજા અવશ્ય રીતે સફળ થાય છે.

મંગળવાર ના શુભ દિવસે કયા કયા કાર્યો થઈ શકે છે. :- હનુમાન દાદાની પૂજા કરવા માટે મંગળવારનો વાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળદોષ હોય મંગળ ગ્રહ ભારે હોય તે લોકોએ મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરવી અથવા જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય તે લોકોએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.

જીવનમાં શનિદોષ દૂર કરવા માટે શનિવારના દિવસે દાદાની પૂજા કરવી. જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મેળવવા માટે મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરવી. તે ઉપરાંત ઉપવાસ રાખવો. આમ કરવાથી મંગળ ગ્રહ અને શનિ ગ્રહ શાંત થાય છે.

જીવનમાં સારા ફળની પ્રાપ્તિ થાય છે.મંગળવારનો દિવસ શાસ્ત્રો ના ઉચ્ચારણ તથા શાસ્ત્રોને વાંચન માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરી અને ત્યારબાદ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે મંગળવારનો દિવસ થી શરૂઆત કરવી. મંગળવારના દિવસે હનુમાન દાદા ણી કૃપાથી શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

મંગળવારના દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો અતિશય શુભ ગણવામાં છે. તે ઉપરાંત શનિવારના દિવસે પણ મંગળ હનુમાન ચાલીસા સુંદરકાંડ અને બજરંગબાણનો પાઠ કરવો પણ શુભ ગણાય છે. આ દરેક પાઠ કરવાથી વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

મંગળવારના દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ હનુમાનદાદાની હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો. હનુમાન દાદાના આ ત્રણેય વસ્તુ નો પાઠ આશરે સાંજે સાત વાગ્યા પછી જ તમે શરૂ કરી શકો છો.

જો કોઈ પણ પ્રકારનો ડર વ્યક્તિના મનમાં હોય તો તેવી હનુમાન દાદાની પૂજા કરવી.  મંગળવારના દિવસે ઘરમાં હનુમાન દાદાને બુંદીનો પ્રસાદ અર્પણ કરી અને તે દરેક વ્યક્તિને વહેંચી દેવો.તે ઉપરાંત મંગળવારના દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે છે. તેમને ઘી અને નીમકનું સેવન કરવું નહીં.

મંગળવારના દિવસે કોઇપણ પ્રકારની લાલ વસ્તુની ખરીદી કરવી નહીં. આ વસ્તુ મંગળવારના દિવસે લાલ વસ્તુની ખરીદી કરવાથી મંગળ દોષ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આ દિવસે કોઈ પણ પ્રકારના માસ કે દારૂનું સેવન કરવું નહીં. આ દિવસે ફક્ત શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો.