એક એવું મંદિર છે, જ્યાં લાકડાનું બનાવેલું પુરુષનું લિંગ ચડે છે દેવી માં ને.. જાણો શું છે રહસ્ય..

સહિયર

માનવ ઉત્પત્તિના ઈતિહાસમાં લિંગનો વિકાસ ઘણો જ ડરાવનારો રહ્યો છે. આ ક્રમમાં એક સમય એવો પણ હતો કે જ્યારે પુરુષના લિંગમાં કાંટાની જેમ ઉભરેલી સંચરચના હતી. મોટાભાગના લોકો પોતાના લિંગની સાઈઝને લઈને અસંતુષ્ટ રહેતા હોય છે. પુરુષ નપુંસકતા એ એક મૈથુન વ્યાધિ છે.

લિંગ ઉત્થાન એ એક શારિરીક પ્રક્રિયા છે જે દરમ્યાન લિંગ વિસ્તૃત અને કડક બને છે.  લિંગમાં તેની લંબાઈને સમાંતર ચાલતી બે નસો કે નલિકાઓ હોય છે. જેને કોર્પોરા કાવેર્નોસા કહે છે. લિંગ ઉત્થાન શારિ-રીક, માનસિક, રક્ત વાહિની અને અંતઃસ્ત્રાવ કારકોની જટીલ પ્રતિક્રિયાઓને કારણે ઉદભવે છે.

ઘણા છોકરા પોતાનું પેનિસ કેટલું લાંબું થશે કે થવું જોઈએ તેને લઈને જાતભાતના વિચાર કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ લાકડાનું બનાવેલું પુરુષના લિંગ વિશે? નથી જાણતા તો આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું, જ્યાં દેવીને લાકડાનું બનાવેલું પુરુષનું લિંગ ચડાવવામાં આવે છે.

આજે અમે તમને એક એવી માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે સાંભળ્યા પછી દરેક લોકો આશ્ર્યચકિત થઈ શકે છે, તો ચાલો અમે તમને જણાવી દઈએ એક એવા મંદિરની અનોખી પરંપરા વિશે, જ્યાં છે દેવીને ચડાવવામાં આવે છે એક અનોખી ચીજવસ્તુ.

ભારતમાં જ નહીં, વિદેશમાં પણ આવા કરામતી મંદિરો જોવા મળે છે, જે તેમની શક્તિ અને કૃપા દ્વારા ખુબ જ પ્રખ્યાત થયા છે, પરંતુ ઘણા મંદિરો તેમની વિચિત્ર પરંપરાઓને કારણે પણ જાણીતા થયા છે.

અમે તમને જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિર બેંગકોકમાં ખ્લોંગ સ્યાન નદીના કિનારા પર આવેલું છે. તે મંદિરની દેવીને ચાઓ માઇને પ્રજનની શક્તિ દેવી માનવામાં આવે છે અને આ મંદિરમાં દેવીને લાકડા માંથી બનેલા નાના કે મોટા લિગ અર્પણ કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

શ્રદ્ધાળુ લોકો માને છે કે આવું કરવાથી દેવી માં પ્રસન્ન થાય છે, એની કૃપાથી પ્રજનન શક્તિ મળે છે અને મહિલા ગર્ભવતી થઇ શકે છે. ચાઓ માઇને દેવીને બુદ્ધ પૂર્વ યુગની એક ઝાડ દેવી તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરમાં દેવીને પ્રસન્ન કરવા માટે પૂર્વ એશિયાના દેશો અને આખા થાઇલેન્ડની હજારો મહિલાઓ આવે છે

આ મંદિરમાં દેવીને લિંગ ચડાવીને એની પાસે વરદાન માંગે છે, તેમજ તેની પ્રજનન શક્તિ માંગે છે. માન્યતા છે કે ચાઓ માઇને ખુશ કરવા માટે લાકડાનું લિંગ ચડાવવામાં આવે છે. સ્ત્રીઓ દેવી પાસે પ્રજનન ક્ષમતા આપવાનું વરદાન માંગે છે, જેની કૃપાથી મહિલાઓ એની સમસ્યાઓથી છૂટકારો મેળવે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ ઘણા લૈગિક અને યોનિ પૂજા કરેલા અમુક પૂરાવા મળ્યા છે. આ મંદિર સમાન માનવ પુરાતત્વ વિશ્વાસ નું એક મુખ્ય ઉદાહરણ છે. માન્યતા પણ છે કે પુરુષો આ મંદિરની મુલાકાત માટે જઈ શકતા નથી, ફક્ત મહિલાઓ જ આ મંદિરમાં અંદર જઈ શકે છે અને દેવીની પૂજા કરી શકે છે.