રાજ્યમાં હાલ તો કોરોના વાયરસના કેસ ઘટાડો થય ગયો છે, તેમ છતાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને સરકાર અને તંત્રના શ્વાસ હજુ અધ્ધર છે. ગુજરાતના સુપસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને હજુ સુધી ચાલું થવાના કોઈ એંધાણ નથી, તેવામાં આજે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.
જન્માષ્ટમીનું સૌરાષ્ટ્રમાં ખુબ જ મહત્વ છે, ત્યારે રાજકોટનું વિશ્વવિખ્યાત વીરપુર જલારામ મંદિર તહેવાર ના છ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના સંક્રમણને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
રાજકોટ જિલ્લામાં આવેલ વીરપુર મંદિર 27 ઓગસ્ટથી 1સપ્ટેમ્બર સુધી મંદિર એક કુલ 6 દિવસ બંધ રહેશે. 30મી ઓગસ્ટે રાજ્યભરમાં જન્માષ્ટીના જાહેર તહેવારની ઉજવણી કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકાઓ પણ આઈએમઆર દ્વારાં વ્યક્ત કરવામાં આવી રહી છે,
ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ સૌરાષ્ટ્રના અનેક મંદિરો અને ખાસ કરીને વીરપુર જલારામ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ ખૂબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ છ દિવસ મંદિર અને અન્ન ક્ષેત્ર પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. તો 2જી સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે નિયમિત રૂપે ખુલશે.