માળામાં હોય છે ૧૦૮ મણકા, જાણો એનું વૈજ્ઞાનિક કારણ અને ખાસ મહત્વ…

ધાર્મિક

માળા એ શ્રેષ્ઠ માધ્યમ છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે હિન્દુધર્મ ઉપરાંત બહુધા અન્ય તમામ ધર્મોમાં જોવા મળે છે. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. જાપ-માળામાં 108 મણકા હોય છે અને મંત્રના આકડાની બાબતે કહેવાયું છે કે 108 એ પોતાનામાં રહેલા પવિત્ર પરમાતમા સુધી પહોચવાના પગથિયા છે. માળાની પ્રણાલિકા મુખ્યત્વે બધાની પદ્ધતિઓ અલગ અલગ છે. જો કે એ વાત વિદ્વાનોએ સિદ્ધ કરી આપી છે કે હિન્દુ સિવાયના અન્ય ધર્મોમાં માળાની પ્રણાલિકા જોવા મળે છે તેનું મૂળ હિન્દુ ધર્મ જ જણાય છે.

અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્રો માં આ સંખ્યા ૧૦૮ નું ખુબ જ વધારે મહત્વ માનવામાં આવે છે અને માળા માં ૧૦૮ જ બતાવે છે કેમ હોય છે માળા માં ૧૦૮ પારા. એક માન્યતા મુજબ માળા ના ૧૦૮ પારા અને સૂર્ય ની કલાઓ નો ઊંડો સંબંધ છે કારણ કે એક વર્ષ માં સૂર્ય ૨૧૬૦૦૦ કળાઓ બદલાય છે અને વર્ષ માં બે વાર એમની સ્થિતિ પણ બદલે છે. તે છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના ની સ્થિતિ માં દક્ષિણાયન અને  અતરૂ સૂર્ય છ મહિના ની એક સ્થિતિ માં ૧૦૮૦૦૦ વાર કળાઓ બદલાવે છે. કહેવાય છે કે આ સંખ્યા ૧૦૮૦૦૦ થી છેલ્લે ત્રણ શૂન્ય હટાવી માળા ના ૧૦૮ મોતી નિર્ધારિત કરવામાં આવ્યા છે.

ખગોળશાસ્ત્ર મુજબ :- ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે.

કહેવાય છે કે માળા નો એક એક પારો સૂર્ય ની એક એક કળા નું પ્રતિક છે અને સૂર્ય જ વ્યક્તિ ને તેજસ્વી બનાવે છે, સમાજ માં માન-સમ્માન અપાવે છે. કહેવાય છે કે સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દ્રશ્યમાન દેવતા છે, એ કારણ થી સૂર્ય ની કળાઓ ને આધારે પારા ની સંખ્યા ૧૦૮ નિર્ધારિત કરવામાં આવી છે.

હવે આપણે શાસ્ત્રોનો સાર જાણીએ છીએ: षट्शतानि दिवारात्रौ सहस्राण्येकं विशांति| एतत् संख्यान्तितं मंत्रं जीवो जपति सर्वदा|| આ શ્લોક નો અર્થ છે કે એક પૂર્ણ રૂપ થી સ્વસ્થ વ્યક્તિ દિવસભર માં જેટલી વાર શ્વાસ લે છે, એનાથી માળા ના પારા ની સંખ્યા ૧૦૮ નો સંબંધ છે. સામાન્ય રૂપે ૨૪ કલાક માં એક વ્યક્તિ લગભગ ૨૧૬૦૦ વાર શ્વાસ લે છે. દિવસ ના ૨૪ કલાક માંથી 12 કલાક રોજ કામ માં મશગુલ થઇ જાય છે અને બાકીના 12 કલાક માં વ્યક્તિ શ્વાસ લે છે ૧૦૮૦૦ વાર.