જાણો મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ કામ ન કરવા, થઇ શકે છે અશુભ…

જાણવા જેવું

હિંદુઓમાં મકર સંક્રાંતિ એ એક શુભ તહેવારો માંથી એક છે. મકર સંક્રાંતિના દિવસે કરેલા જાપ અને દાનનું ફળ અનેક ગણું હોય છે. મકર સંક્રાંતિમાં કેટલાક કાર્યોને કરવા શુભ માનવામાં આવે છે તો બીજી બાજુ કેટલાક કાર્યો વર્જિત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ ક્યારે થાય છે? સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે.

આ સમય પર સૂર્ય ઉત્તરાયન થાય છે. એટલા માટે આ દિવસે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનેક ગણું હોય છે. દર વખતે મકર સંક્રાતિ ૧૪ અને ૧૫ તારીખના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે ૧૫ તારીખ ના રોજ સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વ સાથે હોવાને કારણે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજે અમે તમને જણાવીશું એવા 10 કામ વિશે જેને ભૂલથી પણ મકરસંક્રાંતિના દિવસે ન કરવા જોઈએ. જો એને તમે કરશો તો તમારા જીવનમાં અશુભ આવી શકે છે. તો ચાલો જાણી લઈએ આ દિવસે ક્યા 10 કામ છે જે ન કરવા જોઈએ.

૧. ઘણા લોકોને ટેવ હોય છે સવારે ઉઠતા જ ચા અને નાસ્તો કરવાની, પરંતુ આ શુભ દિવસે આવુ ન કરવું. આ દિવસે સ્નાન કર્યા વગર ભોજનનું સેવન ન કરવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા કે કોઈ નદીમાં જઈને સ્નાન કરવુ જોઈએ. એટલા માટે ગંગા કે પવિત્ર નદી ન હોય તો ઘર પર યોગ્ય સમયે સ્નાન જરૂર કરવુ જોઈએ.

૨. આ શુભ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા. મકર સંક્રાતિના દિવસે વાળ ધોવા વર્જિત માનવામાં આવે છે.

૩. મકર સંક્રાતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડ ન કાપવા કે સફાઈ ન કરવી.

૪. ઉતરાયણના દિવસે કોઈપણ પ્રકારનો નશો ન કરવો. દારૂ સિગરેટ ગુટકા વગેરે જેવા સેવનથી બચવુ.

૫. આ દિવસે તલ મગ દાળની ખિચડી વગેરેનુ સેવન કરવુ જોઈએ, પરંતુ આ દિવસે મસાલેદાર ભોજન પણ ન કરવુ. અને આ મગની દાળ વસ્તુઓનું યથાશક્તિ દાન કરવુ જોઈએ.

૬. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરવું.

૭. મકર સંક્રતિના દિવસે ગાય કે ભેંસનુ દૂધ ન દોહવુ, કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવની માન્યતા છે અને તે શુભ દિવસ હોય છે.

૮. આ દિવસે જો તમારા ઘરે કોઈપણ ભિખારી, સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દેવા. જે તમારુ સામર્થ્ય કઈ ને કઈ દાન જરૂર કરવું.

૯. આ દિવસે ભોજનમાં પણ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનુ સેવન ન કરવુ જોઈએ, આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ એટલા માટે આ દિવસે પાકને કાપવાનુ કામ ટાળી દેવુ જોઈએ.

૧૦. મકર સંક્રાતિના દિવસે તમારી વાણી પર સંયમ રાખવું અને ગુસ્સો ન કરવો. કોઈને ખરાબ ન બોલવું અને દરેક વ્યક્તિ સાથે મધુરતાનો વ્યવ્હાર કરવો.