આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓને પુરુષોની સરખામણીમાં સાર્વજનિક સ્થળો પર પેશાબ કરવામાં વધારે સમસ્યા થતી હોય છે. જેના કારણે જ મહિલાઓ લાંબા સમય સુધી પેશાબ ને રોકી રાખતા હોય છે. જ્યારે મહિલાઓ ઘરથી વધારે દૂર હોય ત્યારે આ સમસ્યાનો સામનો તેઓને અવારનવાર કરવો પડતો હોય છે.
ઘણા લોકો લાંબા સમય સુધી પેશાબને રોકી રાખતા હોય છે, જેના કારણે મહિલાઓમાં મૂત્રમાર્ગના સંક્રમણની સમસ્યા વધારે થતી હોય છે. આ એક ખૂબ જ ગંભીર બાબત ગણાય છે. તેનાથી ઘણા રોગો થઇ શકે છે અને સામાન્ય રૂપથી કોઇપણ મહિલાને આ સમસ્યા થઈ શકે છે.
આપણા દરેક લોકોને એ વાતની જાણકારી તો હોય જ છે કે મહિલાઓને બેસીને પેશાબ કરવો પડતો હોય છે, અને આ જ કારણે તેને ઘણી બીમારીઓની સામે લડવું પડતું હોય છે. પરંતુ આજે અમે તમને અમુક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા મહિલાઓને આ સમસ્યામાંથી રાહત અપાવી શકાય છે. જેને અપનાવીને મહિલાઓ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી પણ દૂર રહી શકે છે.
અમે તમને જણાવી દઈએ કે અહી મહિલાઓને ઊભા રહીને પેશાબ કરવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. જે મહિલાઓને સાર્વજનિક જગ્યા પર પેશાબ કરવાની સમસ્યા રહેતી હોય છે, તેમને આ જાણકારી ખૂબ કામ લાગશે, પરંતુ ઘણી જગ્યા પર મહિલાઓ માટે જાહેર શૌચાલયોની સુવિધા હોતી નથી, જેના કારણે મહિલાઓને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
ઓસ્ટ્રેલિયામાં ગ્રીન પાર્ટી નામના એક સ્થાનીય સંગઠનમાં મહિલાઓની આ સમસ્યાને દૂર કરવા માટે એક સારો ઉપાય શોધી કાઢ્યો છે. ત્યાં રહેતી મહિલાઓને ઉભા રહીને પેશાબ કરવાની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે, અને આ પ્રક્રિયામાં તેઓએ એક કીટનો ઉપાય શોધી કાઢ્યો છે.
આ કીટ ઘણી સસ્તી એટલે કે ઓછી કિંમત અને આસાનીથી મળી રહે તે માટે એની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. મહિલાઓની મુશ્કેલીઓ આ કીટ દ્વારા ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. આ કીટ ને ભારતમાં લાવવાની વાત વિશે એક કંપની દ્વારા ચાલી રહી છે. આ કીટ ના ઉપયોગથી મહિલાઓને સૌથી મોટી મુશ્કેલી દૂર થઈ જશે.
ઘણા સાર્વજનિક સૌચાલય ખુબ જ ગંદા હોય છે કે તેના કારણે મહિલા ઓને ઘણા પ્રકારના બીમારીનો સામનો કરવો પડતો હોય છે. આવા ગંદા શૌચાલયના કારણે મહિલાઓને ઘણા પ્રકાર ની બીમારી પણ લાગી જતી હોય છે. આ પ્રશિક્ષણ આપ્યા પછી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓ માંથી રાહત મળી શકે છે.
અમે તમને એ વાત વિશે જણાવી દઇએ કે આ કિટનો ઉપયોગ કરીને મહિલાઓ પણ પુરુષની જેમ જ ઉભા રહીને પેશાબ કરી શકે છે. આ કીટ દેખાવમાં એક ટ્યુબ જેવી જ લાગે છે. આ કીટનો ઉપયોગ કરીને પછી મહિલાઓ તેને ફેંકી શકે છે. આ કીટની મદદથી હવે મહિલાઓને ગંદા ટોઇલેટ સીટ પર બેસવાની જરૂર પડતી નથી.