સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક લોકોએ પોતાના પ્રાઈવેટ પાર્ટની સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જો પ્રાઈવેટ પાર્ટની સાફ સફાઈ નહિ કરો તો ઇન્ફેક્શન, બળતરા કે ખંજવાળની સમસ્યા થઇ શકે છે. આમ તો ડૉક્ટર્સ સ્ત્રી – પુરુષને સફાઈની અલગ અલગ ટિપ્સ આપે છે, પરંતુ ઘણી અમુક વાતોનું ધ્યાન બંનેએ રાખવું જરૂરી છે.
નહાતા પહેલા જ્યુબિક વાળ કાપવ જોઈએ, જેથી બારીક કાપેલા વાળ પણ ધોઈ ને સાફ થઇ જાય. ખાનગી પાર્ટ સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈ, તેનાથી ચેપ લાગતો નથી. એ પણ ધ્યાન રાખવું કે પાણી વધારે ગરમ ન થઇ જાય, નહિ તો ચામડી બળી જાય છે.
પરસેવા કે સ્વચ્છતાના અભાવને કારણે ઘણી વાર ખાનગી ભાગમાં દુર્ગંધ આવવા લાગે છે. જો આવું થાય તાય્રે આવી સ્થિતિમાં, ઘણા લોકો તેને દૂર કરવા માટે અમુક પ્રકારના સ્પ્રેનો ઉપયોગ કરે છે. પરંતુ અત્તરનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.
હા તમારા આહારમાં લસણનો સમાવેશ કરવો, જે આવા પ્રાકૃતિક ભાગને કુદરતી રીતે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. છેલ્લા ઘણા દિવસોમાં ઈન્ટરનેટ પર મહિલાઓના પ્રાઈવેટ પાર્ટને લઈને ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી રહી હતી.
ઘણી મહિલાઓનું કહેવું હતું કે કાકડી અથવા દહીંને લગાવીને શરીરના પ્રાઈવેટ પાર્ટની સાફ સફાઈ કરવી જોઈએ. પરંતું હેલ્થ એક્સપર્ટે આ વાતને ખોટી કહી હતી.
આજે અમે તમને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ અંગેની એવી જ કેટલીક ગેરસમજ અને એને સાફ સફાઈ અંગે જણાવી દઈએ, નહીં તો તેનું પરિણામ પાછળથી ખરાબ આવી શકે તેમ છે. તો ચાલો જાણી લઈએ.
મહિલાઓ માટે :- પીરિયડ્સ દરમિયાન દર ૪ કલાકે તમારું નેપકિન કે પેડ બદલવું જોઈએ, તેનાથી દુર્ગંધ ની સમસ્યા આવતી નથી. બાથરૂમમાં ગયા પછી, ટિશ્યુ પેપરથી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવું જોઈએ.
તેને સાફ કરવા માટે કપડાંનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેનાથી બેક્ટેરિયા ફેલાઈ શકે છે. નિયમિત સમયે ખાનગી ભાગના વાળ સાફ કરતા રહેવું જોઈએ કારણ કે સાફ સફાઈનું ધ્યાન ન રાખવામાં આવે તો એનાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
દસ મિનિટથી વધારે સમય માટે વાળ દૂર કરી નાખવાની ક્રીમનો ઉપયોગ ન કરવો. નહિંતર, તમારે પ્રાઈવેટ પાર્ટમાં બળતરા અને યો-નિમાર્ગના ચેપની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા અન્ડરગર્મેન્ટને દરરોજ બદલવા જોઈએ. એવા અન્ડરગર્મેન્ટ પસંદ કરવા જોઈએ, જે સુતરાઉ કાપડ માંથી બનેલા હોય છે.
મોઇશ્ચરાઇઝર ક્રીમનો ઉપયોગ કરવો, ખાસ કરીને હજામત કર્યા પછી આ ક્રીમ ત્વચા પર લગાવવું જોઈએ, જે તમારી ત્વચાને નરમ અને કોમળ બનાવી રાખે છે. બેબી વાઇપ્સનો ઉપયોગ કરવો જોઈએ, આ વાઈપ્સનો ઉપયોગ સંવેદનશીલ ત્વચા માટે કરવામાં આવે છે તેમજ તે દુર્ગંધથી પણ બચાવે છે.