સ્તનોનું કદ યોગ્ય રાખવું અને તેમને સ્વસ્થ રાખવું એ દરેક યુવતીની પહેલી પ્રાથમિકતા હોય છે. કપની સાઇઝ યોગ્ય રીતે જાણવી જરૂરી છે. દરેક સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેના સ્તનનો આકાર સારો દેખાય. સ્તનની સાઈઝ સારી બનાવવા માટે તેઓ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે.
લગભગ વીસ લાખ મહિલાઓમાંથી અઢી લાખ મહિલાઓ ઓપરેશન દ્વારા સ્તન ઊભારવા માટેના ઓપરેશન કરાવે છે. મહિલાઓએ સારા અને સુંદર દેખાવા માટે સ્તનોની સારી કાળજી રાખવાની જરૂર છે, કારણ કે તે તમારા શરીરના સૌથી નાજુક ભાગો માંથી એક ભાગ ગણાય છે.
ઘણી વાર અજાણતાં તમે અમુક એવી વસ્તુઓ કરો છો, જેનાથી તમને સમસ્યાઓ આવી શકે છે. ફેશનના કારણે શરીર સાથે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની ભૂલો તમારા સ્તન કે શરીરને ગંભીર રોગો થઇ શકે છે. સ્તન સાથે કરવામાં આવેલા ખોટા ઉપાયો વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે.
વીસેક વર્ષની આસપાસની યુવતીના સ્તન ચરબી, દૂગ્ધગ્રંથિઓ અને કોલાજન નામના કોષોથી બનેલા હોય છે, જે તેને કઠણ રાખે છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગ્રંથિઓ અને કોલાજન સંકોચન પામતાં જાય છે અને તેની જગ્યાએ વધુને વધુ ચરબી આવતી જાય છે.
એક અભ્યાસ અનુસાર એવું જાણવા મળ્યું છે કે જ્યારે તમે દોડો છો ત્યારે તમારા બ્રેસ્ટ બાઉન્સ થવાથી નુકસાન થવાની સંભાવના છે. જો તમે દરરોજ સપોર્ટ બ્રા વગર દોડતા હોય તો સ્તન પેશીઓને અસર થઇ શકે છે. આનાથી બચવા માટે તમારે સારી ગુણવત્તાની સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઈએ, જેથી કોઈ સમસ્યા ન થાય.
શરીરના અન્ય ભાગોની જેમ તેલ ગ્રંથીઓ પણ સ્તનમાં નથી હોતી. જો તમે સ્તનને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ ન રાખતા હોય તો પછી તમને સ્તનની કોઈ સમસ્યા થઈ શકે છે. સ્તન ઓઅર ખંજવાળ પણ આવી શકે છે. તમારી નિત્યક્રમમાં શારી–રિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો. શારીરિક પ્રવૃત્તિઓને કારણે સ્તનો કડક થઇ શકે છે.
હાથ અને પગમાં વેક્સિંગ કરાવવું જરૂરી છે, પરંતુ સ્તનની ત્વચા અન્ય ભાગો કરતા વધારે સંવેદનશીલ હોય છે. વેક્સિંગથી બળતરા અને એલર્જી થવાની શક્યતા થઈ શકે છે. શરીરના નાજુક ભાગો સાથે ભૂલથી પણ ચેડા ન કરવા જોઈએ એ જ વધુ સારું રહેશે.
યોગ્ય સાઈઝની બ્રા ન પહેરવી તે ભારતની દરેક સ્ત્રી માટે એક મોટી સમસ્યા બને છે. એક બ્રા પસંદ કરો જે પહેર્યા પછી તમે ઊછળકૂદ કરો ત્યારે તમારા સ્તનો ઉછળે નહિ અને બહાર જતા નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બ્રા વધારે કડક કે ઢીલી ન હોય.
અમે તમને જણાવી દઈએ કે દર ૪ માંથી ૧ મહિલા ખોટી સાઈઝની બ્રા પહેરતી હોય છે. તમારી બ્રા ન તો વધારે ફીટીંગમાં હોવી જોઈએ અને ન તો બ્રેસ્ટ પહેર્યા પછી તે ઢીલી લાગવી જોઈએ, આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
ખોટી સાઇઝની બ્રા પહેરવાથી ત્વચા પર બળતરા થાય છે, શ્વાસ લેવામાં પણ સમસ્યા આવી શકે છે. ખોટી સાઇઝની બ્રા પહેરીને બ્રેસ્ટ ટિશ્યુને નુકસાન થઇ શકે છે, જેનાથી સ્તનમાં દુખાવો થાય છે.