આ શિવરાત્રીમાં ભગવાન શિવ કરાવશે તમારા લગ્ન, માત્ર કરી લો તે દિવસે આ નાનું કામ

ધાર્મિક

મહાશિવરાત્રી 2021 :- મહાશિવરાત્રી હિન્દુઓના સૌથી મોટા મહાપર્વ માંથી એક છે. આ વખતે મહાશિવરાત્રી નો પર્વ પંચાંગની અનુસાર વર્ષ ૨૦૨૧ માં 12 માર્ચ 2021 ના દિવસે આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના દિવસે વ્રતનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. મહાશિવરાત્રી ના વ્રત નું ખૂબ મહિમા હોય છે.

શાસ્ત્રો અને પુરાણોમાં મહાશિવરાત્રી ના વ્રત ને કરવાથી ખૂબ મોટા મોટા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેની સાથે જ આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી અને વ્રત કરવાથી દરેક પ્રકાર ની મનોકામના પૂર્ણ થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાથી જીવનમાં આવનારી દરેક પરેશાનીઓને દૂર કરવામાં ઘણી મદદ મળી રહે છે.

જોવામાં આવે તો મહાશિવરાત્રી ના પર્વ નું શાસ્ત્રો અને પુરાણોમાં ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. હિન્દુઓના પંચાંગની અનુસાર મહાશિવરાત્રી પંચાંગની અનુસાર જોવામાં આવે તો 11 માર્ચ ગુરુવારના દિવસે મહાશિવરાત્રીનો પર્વ છે. આ દિવસે ફાલ્ગુન માસ ની કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિ છે.

પૌરાણિક કથાઓની અનુસાર આ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતી ના વિવાહ થયા હતા. એટલા માટે આ દિવસ ને મહાશિવરાત્રિ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની સાથે જ જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમના માટે મહાશિવરાત્રીનો પર્વ વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

આ દિવસે તેમને ભગવાન શિવની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રત કરવાથી તેમને મનગમતા જીવનસાથી પણ મળી રહે છે. કન્યાઓ મનપસંદ વર મેળવવા માટે કરે છે.

મહાશિવરાત્રીનું વ્રત :- મહાશિવરાત્રીના દિવસે સાચા મનથી ભગવાન શિવની આરાધના અને વ્રત રાખવાથી મનપસંદ વર મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે. કુવારી કન્યાઓ એટલા માટે વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને મનગમતું ફળ આપે છે.

ભગવાન શિવને આ રીતે પણ કરવામાં આવે છે પ્રસન્ન :- મહાશિવરાત્રી ના દિવસે મનોકામના પૂર્ણ કરવા માટે મનપસંદ વરની ઈચ્છા રાખનાર કન્યાઓ ને ભગવાન શિવ નો શણગાર પણ અવશ્ય કરવો જોઈએ. આ દિવસે ભગવાન શિવને ફૂલ અને તેમના મનપસંદ વસ્તુઓથી શણગાર પણ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

તેની સિવાય મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને અભિષેક દ્વારા પણ ખુશ કરી શકાય છે. ભગવાન શિવ નો આ દિવસે દૂધ, દહીં, ઘી કે મધ અને સાકર વગેરેથી અભિષેક કરવો જોઈએ. આ દિવસે ભગવાન શિવને પાંચ બિલિપત્ર ચઢાવવાથી પણ લાભ થાય છે. મહાશિવરાત્રીના દિવસે પૂજા નું શુભ મુહૂર્ત જાણી લો નિશિતા કાળ પૂજા સમય: 00:06 થી 00:55, માર્ચ 12 અવધિ : 00 કલાક 48 મિનિટ